<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

અમેરિકામાં દારૂ પીને ગાડી ચલાવનારા ગુજરાતીને અઢી વર્ષની જેલ

ટેક્‍સસના અંકુર પટેલની DUI ચાર્જ હેઠળ ત્રીજીવાર ધરપકડ થતાં કોર્ટે કડક સજા ફટકારી

ટેક્‍સસ તા.૨૦: ટેક્‍સસમા દારૂ પીને કાર ચલાવતા પકડાયેલા એક ગુજરાતીને કોર્ટ દ્વારા અઢી વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અંકુર પટેલ નામનો આ ગુજરાતી ત્રીજીવાર ઝશ્‍ત્‍ના કેસમાં આરોપી ઠર્યો છે, છેલ્‍લે તેને જ્‍યુરી સમક્ષ હાજર કરાયો ત્‍યારે ગણતરીની મિનિટોમાં જ તેને દોષિત ઠેરવી દેવામાં આવ્‍યો હતો અને ત્‍યારબાદ કોર્ટે તેને જેલની સજા સંભળાવી હતી.

ટેક્‍સસના કાયદા અનુસાર જો કોઈ શખસ ત્રીજીવાર દારૂ પીને ડ્રાઈવ કરતા પકડાય તો તેની સામે મિસડિમિનસરને બદલે થર્ડ ડિગ્રી ફેલોની ચાર્જ લગાવવામાં આવે છે અને આરોપ સાબિત થવા પર તેને બેથી દસ વર્ષ સુધીની જેલની સજા ભોગવવાની સાથે દસ હજાર ડોલર સુધીનો ફાઈન પણ ભરવો પડે છે. અંકુર પટેલ અગાઉ બે વાર ઝશ્‍ત્‍માં પકડાયો ત્‍યારે તેને પ્રોબેશન પર મૂકવામાં આવ્‍યો હતો.

કોર્ટમાં રજૂ કરાયેલા ડોક્‍યુમેન્‍ટ્‍સ અનુસાર અંકુરને ૨૦૨૨માં પોર્ટ આર્થરમાં હાઈવે ૩૬૫ પર પકડવામાં આવ્‍યો ત્‍યારે તેણે લીગલ લિમિટ કરતા ત્રણ ગણો વધારે દારૂ પીધો હતો. અમેરિકામાં કોઈ ડ્રાઈવરની DUI અથવા DUIના કેસમાં અરેસ્‍ટ કરતા પહેલા તેણે ખરેખર નશો કર્યો છે કે કેમ તે કન્‍ફર્મ કરવા માટે તેને એક પગ પર ઉભા રહેવાથી લઈ સીધી લાઈનમાં ચાલવા જેવા ટાસ્‍ક અપાય છે.

અંકુરને ૨૦૨૨માં અરેસ્‍ટ કરાયો ત્‍યારે તે એક પગ પર ઉભો રહેવા ગયો ત્‍યારે પડી ગયો હતો. કોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે અંકુરને અરેસ્‍ટ કરનારા ઓફિસરના બોડીકેમમાં કેપ્‍ચર થયેલા દ્રશ્‍યોમાં આરોપી ઓફિસરને ‘I Love you, help me out' કહેતો પણ સાંભળવામાં આવ્‍યો હતો.

અંકુર પટેલ ત્રણ વાર દારૂ પીને ડ્રાઈવ કરતા પકડાયો હોવા છતાંય તે અમેરિકામાં છે મતલબ કે તે યુએસ સિટીઝન કે પછી ગ્રીન કાર્ડ હોલ્‍ડર હોઈ શકે છે. જો કોઈ અનડોક્‍યુમેન્‍ટેડ ઈમિગ્રન્‍ટ DUIમાં પકડાય તો તેનું ડિપોર્ટેશનથી બચવું મુશ્‍કેલ છે. છેલ્‍લા બે મહિનામાં જ કન્‍ટકી અને ટેનેસીમાં રહેતા બે અનડોક્‍યુમેન્‍ટેડ ગુજરાતીને દારૂ પીતા ડ્રાઈવ કરી અરેસ્‍ટ કર્યા બાદ કેટલાક મહિના સુધી તેમને જેલમાં રાખીને ડિપોર્ટ કરી દેવામાં આવ્‍યા હતા

(10:13 AM IST)