<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

કાલથી કાશ્‍મીરમાં ચિલ્‍લઈ કલાઃ આગામી ૪૦ દિવસ ભારે રહેશે

૪૦ દિવસ સુધી ચાલનાર ચિલ્‍લઈ કલા ભયંકર ઠંડીવાળો સમય માનવામાં આવે છે. ચિલ્‍લાઈ કલા દરમિયાન કાશ્‍મીર ઘાટીમાં બધુ જામી જાય તેવી ઠંડી પડે છે

શ્રીનગર તા.૨૦: શ્રીનગરના પહાડોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, જેનાથી ઠંડીમાં વધારો થયો છે. કાશ્‍મીરમાં ૨૧ ડિસેમ્‍બરથી ચિલ્‍લા-એ-કલાન શરૂ થાય છે અને ૪૦ દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન નદીઓ અને ધોધ પણ થીજી જાય છે. ચિલ્‍લા-એ-કલાન એટલે ભારે ઠંડી. આ સમયગાળા દરમિયાન કાશ્‍મીરમાં પ્રવાસીઓની ભીડ રહે છે

પર્વતોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, મેદાની વિસ્‍તારોમાં પણ ઠંડી વધી ગઈ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા તેની અસર અનુભવી રહી છે. સ્‍પષ્ટ છે કે કઠોર શિયાળો આવી ગયો છે. દરમિયાન, કાશ્‍મીરમાં, ચિલ્‍લા-એ-કલાનનો કઠોર શિયાળો ૨૧ ડિસેમ્‍બરથી શરૂ થાય છે. તે ૪૦ દિવસ સુધી ચાલે છે, અને આ સમય દરમિયાન, નદીઓ અને ધોધ પણ થીજી જાય છે. ચાલો ચિલ્‍લા-એ-કલાન અને ખીણ પર તેની અસર વિશે વધુ જાણીએ.

 કાશ્‍મીર ઘાટીમાં ૨૧ ડિસેમ્‍બરથી ચિલ્‍લઈ કલાની શરૂઆત થઈ જાય છે. એટલે કે આવતીકાલથી કાશ્‍મીરનું ચિલ્‍લાઈ કલા શરૂ થશે. જે હવે જાન્‍યુઆરીના અંતમાં સમાપ્ત થશે. ૪૦ દિવસ સુધી ચાલનાર ચિલ્‍લઈ કલા ભયંકર ઠંડીવાળો સમય માનવામાં આવે છે. ચિલ્‍લાઈ કલા દરમિયાન કાશ્‍મીર ઘાટીમાં બધુ જામી જાય તેવી ઠંડી પડે છે. આ દરિમયાન ઘાટીમાં તમામ જળસ્ત્રેત પૂર્ણ રીતે ઠરી જાય છે. કાશ્‍મીર ઘાટી હાલ આ જ ચિલ્‍લઈ કલાનો સામનો કરી રહી છે. આ એ સમય હોય છે, જેમા સૌથી વધુ હિમપાત થાય છે. આ સમય દરમિયાન ગુલમર્ગમાં ઠંડીવાળી રમતો પણ રમાય છે. ૪૦ દિવસની ભીષણ ઠંડી ચિલ્‍લઈ કલા બાદ ૨૦ દિવસ લાંબી ચિલ્‍લઈ ખુર્દ આવશે. અને પછી ૧૦ દિવસ ચાલનાર ચિલ્‍લઈ બચ્‍ચા આવશે. કલા મતલબ મોટો અને ખુર્દનો મતલબ નાનો એમ થાય છે. 

કાશ્‍મીરમાં હાડ થીજવતી ઠંડી ત્રણ મહિના સુધી ચાલે છે. ભાગમાં વહેંચવામાં આવી છે. ચિલ્‍લઈ કલા, ચિલ્‍લઈ ખુર્દ અને ચિલ્‍લઈ બચ્‍ચા. ચિલ્‍લાઈ કલા ૪૦ દિવસનો સમયગાળો હોય છે. જે ૨૧ ડિસેમ્‍બરથી શરૂ થાય છે અને ૩૧ જાન્‍યુઆરી સુધી રહે છે. ચિલ્‍લાઈ કલા બાદ ચિલ્‍લઈ ખુર્દ આવે છે. જેને કલા કરતા ઓછી ઠંડી કહેવાય છે. આ સમયગાળો ૨૦ દિવસનો હોય છે. જે જાન્‍યુઆરી ૩૧ થી ફેબ્રુઆરી ૧૯ સુધી રહે છે. ત્‍યાર બાદ ચિલ્‍લાઈ બચ્‍ચાને બેબી ઠંડી કહેવાય છે. જે ફેબ્રુઆરી ૨૦થી માર્ચ ૨૨ સુધી રહે છે.

(10:11 AM IST)