News of Saturday, 20th December 2025
ડોલરની વેલ્યૂમાં વધારાને કારણે અમેરિકામાં ભણતાં ઈન્ડિયન્સનો ખર્ચો વર્ષે રૂ. ૪ લાખ જેટલો વધશે
ડોલર મોંઘો થતાં અમેરિકા ફરવા જતા લોકો પોતાના પ્લાનમાં ફેરફાર કરી શકે છે પરંતુ જેમને ભણવા માટે જવાનું છે તેમની પાસે આવો કોઈ ઓપ્શન નથી હોતો

ન્યુયોર્ક તા.૨૦: અમેરિકાન ડોલર સામે સતત ધોવાઈ રહેલો રૂપિયો ૯૧ના ઓલટાઈમ લો લેવલ પર પહોંચી ચૂક્યો છે ત્યારે અમેરિકા ફરવા જતાં કે પછી ત્યાં ભણતા ઈન્ડિયન્સના ખર્ચામાં પણ જંગી વધારો થયો છે. ૨૦૨૫માં ડોલર સામે રૂપિયાની વેલ્યૂમાં છ ટકા જેટલો ઘટાડો થયો છે, ઈન્ડિયન કરન્સીને વધુ તૂટતી બચાવવા માટે ય્ગ્ત્એ બુધવારે ડોલર્સ વેચ્યા હતા પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે જ્યાં સુધી ઈન્ડિયા-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ નહીં થાય ત્યાં સુધી રૂપિયામાં સુધારો થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
ડોલર મજબૂત બનતા ઈન્ડિયાના આઈટી અને ફાર્મા સેક્ટરને ખૂબ જ ફાયદો થાય છે કારણકે તેમને ઈન્ટરનેશનલ ક્લાયન્ટ્સ પાસેથી ડોલરમાં પેમેન્ટ મળતું હોય છે, પરંતુ જે ઈન્ડિયન્સને પોતાનો ખર્ચો ડોલરમાં કાઢવાનો છે તેમના માટે મજબૂત ડોલર માથાનો દુઃખાવો બની જાય છે. આ ઉપરાંત ઈન્ડિયાની એક્સપોર્ટની સરખામણીએ ઈમ્પોર્ટ ઘણી વધારે હોવાથી ડોલર જેટલો મજબૂત થાય તેટલું જ ઈમ્પોર્ટ બિલ પણ વધી જાય છે.
ડોલર મોંઘો થતાં અમેરિકા ફરવા જતા લોકો પોતાના પ્લાનમાં ફેરફાર કરી શકે છે પરંતુ જેમને ભણવા માટે જવાનું છે તેમની પાસે આવો કોઈ ઓપ્શન નથી હોતો. મજબૂત ડોલરને કારણે અમેરિકા ભણવા જતાં કે પછી ત્યાં ભણતા ઈન્ડિયન સ્ટૂડન્ટ્સના ખર્ચામાં ૨૦૨૬માં વાર્ષિક એવરેજ ચાર લાખ રૂપિયા જેટલો વધારો થાય તેવો અંદાજ છે.
જે ઈન્ડિયન્સ સ્પ્રિંગ ઈનટેકમાં જાન્યુઆરી ૨૦૨૬માં અમેરિકા ભણવા જવાના છે તેમને કોલેજની ફી ભરવા માટે પણ વધારે ખર્ચો કરવો પડશે, જેમકે જો કોઈ કોર્સની ફી ૫૫ હજાર ડોલર હોય તો તેના માટે હવે વધારાના ૩.૩ લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ તો માત્ર ટ્યૂશન ફીની વાત છે, જો રહેવા-જમવાનો વાર્ષિક ૧૫ હજાર ડોલર જેટલો બીજો ખર્ચો પણ ગણીએ તો તેના માટે પણ ૮૧ હજાર રૂપિયા વધારાનો ખર્ચો થશે.
જો કોઈ સ્ટૂડન્ટન ૫૫ હજાર ડોલર ફી ભરવાની હશે તો ૨૦૨૬માં તેનો ઓવરઓલ વાર્ષિક ખર્ચ ૪.૧૧ લાખ રૂપિયા વધી જશે જેનું એક માત્ર કારણ ડોલર સામે ધોવાઈ રહેલો રૂપિયો છે. સ્ટૂડન્ટ કયા સિટીમાં રહે છે, કયો કોર્સ કરે છે તેમજ ભણવાની સાથે તેને બીજા કયા-કયા ખર્ચા થાય છે તે અનુસાર ૨૦૨૬માં તેનો ખર્ચો વધી શકે છે.
ઓગસ્ટ ૨૦૨૫માં અમેરિકા ભણવા ગયેલાં ઈન્ડિયન સ્ટૂડન્ટ્સની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ ૪૪ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. વિઝા ઈશ્યૂ કરવાની શરતો અને પ્રક્રિયામાં થયેલા ફેરફાર અને એન્ટી-ઈમિગ્રેશન સેન્ટિમેન્ટને કારણે યુએસ જતા ગુજરાતી સ્ટૂડન્ટ્સની સંખ્યા ઘટી છે.
જોકે, જેમને વિઝા મળી ગયા છે તેમજ અમેરિકા સિવાયના કોઈ દેશમાં જવાની કોઈ ગણતરી નથી તેવા ઈન્ડિયન્સ ડોલર ગમે તેટલો મજબૂત બને તો પણ અમેરિકા જવાના જ છે. પરંતુ જેમને લોન લઈને પોતાના સંતાનોને અમેરિકા મોકલવાના છે તેમનું ટેન્શન વધી રહ્યું છે. એક્સપર્ટ્સનું માનીએ તો યુએસ ડોલર ડિનોમિનેટેડ લોન્સ અને ટ્યૂશન ફી લોક-ઈન્સની ડિમાન્ડ હવે વધી રહી છે, આ ઓપ્શનથી કરન્સીની વેલ્યૂ બદલાય તો પણ એપ્લિકન્ટે નક્કી કર્યા અનુસાર જ પેમેન્ટ કરવાનું રહે છે
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
