News of Saturday, 20th December 2025
લોન ફ્રોડઃ ઇડીએ અનિલ અંબાણીના પુત્રની પૂછપરછ કરી

નવી દિલ્હી તા.૨૦: બેન્ક લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જયઅનમોલ અંબાણીની નવી દિલ્હીમાં પૂછપરછ કરી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિગ એક્ટ (PMLA) હેઠળ ૩૪ વર્ષીય અનમોલ અંબાણીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને શનિવારે પણ પૂછપરછ ચાલુ રહેવાની ધારણા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઇડીની તપાસ યસ બેન્કે અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓને આપેલી આશરે રૂ.૧૩,૦૦૦ કરોડની લોન સંબંધિત છે. આ કંપનીઓમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. અગાઉ ઇડીએ અનિલ અંબાણીની પણ આ કેસમાં પૂછપરછ કરી હતી.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
