<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

પાકિસ્‍તાનમાં ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાનની મુશ્‍કેલીઓ ફરી વધીઃ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાન અને તેમની પત્‍ની બુશરા બીબીને ૧૭ વર્ષની જેલની સજા ફટકારી

પાકિસ્‍તાનના ડોન અખબારના અહેવાલ મુજબ, ફેડરલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (FIA) ની એક ખાસ અદાલતે શનિવારે તોશાખાના-૨ કેસમાં પીટીઆઈના સ્‍થાપક ઇમરાન ખાન અને તેમની પત્‍ની બુશરા બીબીને ૧૭ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે બંને પર ૧૬.૪ મિલિયન પાકિસ્‍તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

આ કેસ મે ૨૦૨૧ માં સાઉદી ક્રાઉન પ્રિન્‍સ દ્વારા ઇમરાન ખાનને ભેટમાં આપેલા મોંઘા બલ્‍ગારી જ્‍વેલરી સેટને ખૂબ જ ઓછી કિમતે ખરીદવા સાથે સંબંધિત છે. કોર્ટનો નિર્ણય રાવલપિડીની અદિયાલા જેલમાં યોજાયેલી સુનાવણી દરમિયાન સ્‍પેશિયલ જજ સેન્‍ટ્રલ શાહરૂખ અર્જુમંદ દ્વારા આપવામાં આવ્‍યો હતો, જ્‍યાં ઇમરાન ખાન હાલમાં કેદ છે

 

(12:09 PM IST)