<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ગો મલ્‍ટીકેપ ફંડ બેન્‍ચમાર્કથી આગળ નીકળીને મલ્‍ટી કેપ કેટેગરીમાં ટોચ પર

રાજકોટ, તા. ૧૯: ડિસેમ્‍બર ૨૦૨૪માં લોન્‍ચ કરવામાં આવેલા ગ્રો મલ્‍ટિકેપ ફંડે એક વર્ષ પૂર્ણ કર્યું છે. બજારમાં મોટા ઉછાળા, આવકમાં અસમાન રિકવરી અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્‍ચે આ એક વર્ષમાં મલ્‍ટી-કેપ કેટેગરીમાં આ ફંડ લીડર તરીકે ઉભરી આવ્‍યું છે.

એક વર્ષના સમયગાળા દરમિયાન, મુખ્‍ય ઇક્‍વિટી સૂચકાંકોએ સામાન્‍ય વળતર આપ્‍યું છે. નિફટી ૫૦માં ૪.૮૩ ટકાનો વધારો થયો, જ્‍યારે વધુ વ્‍યાપક નિફટી ૫૦૦માં ફક્‍ત ૦.૯૩ ટકાનો વધારો થયો છે. પર્ફોમન્‍સ માર્કેટ-કેપ કર્વથી પણ નીચે આવ્‍યું છે. નિફટી મિડકેપ ૧૦૦માં ૦.૪૫ ટકાનો વધારો થયો છે. જ્‍યારે નિફટી સ્‍મોલકેપ ૨૫૦માં ૧૦.૯૯ ટકાનો ઘટાડો નોંધાયો. આ સ્‍થિતિ હોવા છતા, ગ્રો મલ્‍ટીકેપ ફંડે તેના બેન્‍ચમાર્ક, નિફટી ૫૦૦ મલ્‍ટીકેપ ૫૦-૨૫-૨૫ ઇન્‍ડેક્‍સ (ૅ૦.૨૯ ટકા)ને પાછળ રાખીને એક વર્ષમાં ૮.૦૧ ટકાનું વળતર આપ્‍યું છે. ફંડે એક વર્ષથી અત્‍યાર સુધીના ધોરણે ૮.૬૨ ટકાના વધારા સાથે મલ્‍ટીકેપની કેટેગરીમાં પણ આગેવાની લીધી હતી.

બીજા વર્ષમાં પ્રવેશ કરતાં ગ્રો મલ્‍ટીકેપ ફંડ બજાર મૂડીકરણમાં ઉચ્‍ચ-ગુણવત્તાયુક્‍ત તકોની ઓળખ કરવા અને શિસ્‍તબદ્ધ, મૂલ્‍યાંકન પ્રત્‍યે સભાન રોકાણની વ્‍યૂહરચના દ્વારા ભારતના લાંબા ગાળાના વિકાસમાં ભાગ લેવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે. આ સ્‍કીમનું સંચાલન શ્રી અનુપમ તિવારી અને શ્રી સપ્તર્ષી ચેટર્જી દ્વારા કરવામાં આવે છે.

(2:59 PM IST)