<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

કોટક મહિન્‍દ્રા બેંક પર નિયમોના ઉલ્લંઘન બદલ લાખોનો દંડ

RBIની મોટી કાર્યવાહી

મુંબઈ, તા.૨૦: ભારતીય રિઝર્વ બેંક એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે બેંકિંગ પ્રણાલીમાં પારદર્શિતા અને નિયમોનું પાલન સર્વોપરી છે. દેશની અગ્રણી ખાનગી બેંકોમાં સ્‍થાન ધરાવતી કોટક મહિન્‍દ્રા બેંક સામે RBI એ કડક વલણ અપનાવ્‍યું છે. બેંકિંગ રેગ્‍યુલેશન એક્‍ટ અને ક્રેડિટ ઇન્‍ફોર્મેશન કંપનીઝ એક્‍ટની વિવિધ જોગવાઈઓના ઉલ્લંઘન બદલ બેંક પર રૂ.૬૧.૯૫ લાખનો દંડ લાદવામાં આવ્‍યો છે. સેન્‍ટ્રલ બેંકની આ કાર્યવાહી બેંકિંગ ક્ષેત્રમાં શિસ્‍ત જાળવવાના પ્રયાસરૂપે જોવામાં આવી રહી છે, જે અન્‍ય નાણાકીય સંસ્‍થાઓ માટે પણ એક સ્‍પષ્ટ સંદેશ છે.

તપાસ દરમિયાન બહાર આવેલા ઉલ્લંઘનોની યાદી ઘણી લાંબી છે, જેમાં બેઝિક સેવિંગ્‍સ બેંક ડિપોઝિટ એકાઉન્‍ટના સંચાલનમાં જોવા મળેલી ગંભીર ગેરરીતિઓ મુખ્‍ય છે. RBI ના નિયમો મુજબ, અમુક કેટેગરીના ગ્રાહકો પાસે એક કરતા વધુ BSBD એકાઉન્‍ટ ન હોઈ શકે, તેમ છતાં બેંકે આ નિયમનો ભંગ કરી વધારાના ખાતાઓ ખોલવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, બેંકના બિઝનેસ કોરસપોન્‍ડન્‍ટ્‍સ  સાથેના કરારમાં પણ ક્ષતિઓ જોવા મળી હતી, જેમાં તેઓને તેમના અધિકારક્ષેત્રની બહાર પ્રવળત્તિ કરવાની છૂટ આપવામાં આવી હતી, જે સીધી રીતે નિયમોનું ઉલ્લંઘન છે.

સૌથી ચિંતાજનક બાબત એ હતી કે બેંકે ક્રેડિટ બ્‍યુરોને દેવાદારો વિશે અચોક્કસ અને ખોટી માહિતી પૂરી પાડી હતી. આ પ્રકારની બેદરકારી ગ્રાહકોના ક્રેડિટ સ્‍કોર પર સીધી અસર કરે છે, જે તેમને ભવિષ્‍યમાં લોન લેવામાં મુશ્‍કેલી ઊભી કરી શકે છે. જોકે, RBI એ દંડ લાદતા પહેલા બેંકને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપી હતી. કોટક મહિન્‍દ્રા બેંક દ્વારા આપવામાં આવેલા જવાબો અને રજૂ કરાયેલા દસ્‍તાવેજોથી RBI સંતુષ્ટ ન થતા અંતે આ આર્થિક દંડનો કોરડો વીંઝવામાં આવ્‍યો હતો.

સામાન્‍ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ કાર્યવાહી માત્ર નિયમનકારી અનુપાલનમાં થયેલી ખામીઓ પર આધારિત છે. RBI એ સ્‍પષ્ટતા કરી છે કે આ દંડથી ગ્રાહકોની થાપણો, ફિક્‍સ્‍ડ ડિપોઝિટ કે અન્‍ય કોઈ પણ નાણાકીય રોકાણ પર કોઈ પણ પ્રકારની જોખમ કે અસર થશે નહીં. બેંક અને ગ્રાહકો વચ્‍ચેના વ્‍યવહારો રાબેતા મુજબ જ ચાલુ રહેશે. આ કિસ્‍સો માત્ર બેંકની આંતરિક કાર્યપ્રણાલીમાં સુધારા લાવવા અને ભવિષ્‍યમાં આવી ભૂલો ન થાય તે સુનિヘતિ કરવા માટે છે.

(3:28 PM IST)