News of Saturday, 20th December 2025
આ વખતે નાણાં મંત્રી રવિવારે બજેટ રજૂ કરે તેવી શકયતા
દર વર્ષે ફેબ્રુઆરી માસના પ્રથમ દિવસે સંસદમાં બજેટ રજૂ કરાય છે

નવી દિલ્હીઃ તા. ર૦, જો દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટ રજૂ કરવાની પરંપરાને જાળવવામાં આવે છે તો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામન રવિવારે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. સામાન્ય બજેટ ૨૦૨૬-૨૭ આ વર્ષે રવિવારે રજૂ થાય તેવી સંભાવના છે. ૨૦૧૭થી શરૂ થયેલી પરંપરા મુજબ દેશના નાણાં મંત્રી ફેબ્રુઆરીના પ્રથમ દિવસે સંસદમાં બજેટ રજૂ કરે છે. જો આ જ પરંપરા યથાવત રખાય છે તો ૨૦૨૬ના ફેબ્રુઆરીના પ્રથમ દિવસ રવિવાર આવે છે.આ મામમે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ બાબતે સંસદી બાબતોની કેબિનેટ કમિટી યોગ્ય સમયે બજેટ કયારે રજૂ કરવું તેનો નિર્ણય કરશે. બજેટ રજૂ કરવાની તારીખ ૧ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી જેથી તે સુનિヘતિ થઈ શકે છે ૧ એપ્લિથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રારંભથી તેનો અમલ થઈ શકે.
એક અધિકારીએ જણાવ્યા મુજબ, સામાન્ય બજેટ રજૂ કરવા માટે ચોક્કસ દિવસ નિર્ધારિત છે. રવિવારે રજાની શરૂઆત બ્રિટિશરોએ કરી હતી. ૨૦૧૭ પૂર્વે સામાન્ય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ કરાતું હતું. સંસદ દ્વારા બાદમાં વોટ ઓન એકાઉન્ટ પસાર કરાતો હતો જેથી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસમાં કેન્દ્રીય ખર્ચને પહોંચી વળવા દેશના એકીકળત ભંડોળમાંથી નાણાં ઉપાડી શકાય.સંસદ દ્વારા પાછળની તારીખમાં બજેટ પસાર થતું હોવાથી નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં બજેટનો ઉપયોગ થતો હતો. ૨૦૧૭માં નાણાં મંત્રી અરૂણ જેટલીએ સૌપ્રથમ વખતે ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાનો સિલસિલો શરૂ કર્યો હતો. જેથી માર્ચના અંત સુધીમાં બજેટ સંસદમાં પસાર થઈ શકે. કોરોના કાળ અને સંસદની પ્રથમ બેઠકની ૬૦મી વર્ષગાંઠ સહિત કેટલાક વિશેષ સંજોગોમાં દેશની સંસદમાં કામગીરી રવિવારે પણ ચાલુ રહી હતી.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
