<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

મુંબઇ એરપોર્ટમાં એક વર્ષમાં રૂ.૭૮૫ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું

મધ્‍યપૂર્વ અને પૂર્વ એશિયાના દેશોમાંથી મહત્તમ દાણચોરી માસ્‍ટરમાઇન્‍ડથી માંડીને ડિલિવરી પર્સન સુધીનું આખું નેટવર્ક

મુંબઇ : તા.૨૦, ડિરેકટોરેટ ઓફ રેવેન્‍ચ ઇન્‍ટેલિજન્‍સ (ડીઆરઆઇ)એ તેના એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવ્‍યું હતું કે ૨૦૨૪-૨૫માં મુંબઇ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ સોનાની દાણચોરીનું મુખ્‍ય કેન્‍દ્ર બન્‍યું હતું.

આ સમય દરમિયાન મહારાષ્‍ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને પヘમિ બંગાળ જેવા રાજ્‍યો સોનાની દાણચોરીમાં કેન્‍દ્ર સ્‍થાને રહ્યા છે. મુંબઇ સહિત ઉક્‍ત અન્‍ય શહેરો તેના વ્‍યૂહાત્‍મક સ્‍થાન, લાઇટ્‍સની વધુ સંખ્‍યા અને પરિવહન માર્ગોને કારણે સોનાની દાણચોરી અને તેના પુનઃ વિતરણ માટે ખૂબ જ અનુラકૂળ બની રહ્યા છે ડીઆરઆઇએ ૨૦૨૪-૨૫માં ૧,૦૩૭ કિલો સોનું જપ્ત કર્યું હતું જેની બજારકિંમત ૭૮૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે એમ એક અહેવાલમાં જણાવામાં આવ્‍યું છે.

એજન્‍સીના અહેવાલમાં જણાવામાં આવ્‍યું છે કે મુંબઇ એરપોર્ટ સોનાની દાણચોરીના મુખ્‍ય કેન્‍દ્ર તરીકે ઉભરી આવ્‍યું છે. જે જપ્‍ત કરાયેલા સોનાના જથ્‍થા અને સોલ્‍વ થયેલા કેસોની સંખ્‍યામાં ટોચ પર રહ્યું હતું.

ડીઆરઆઇના મતે સોનાની દાણચોરી કરનાર સિન્‍ડકેટ એક માળઆગત નેટવર્ક દ્વારા કાર્ય કરે છે. વિદેશમાં રહેતા અથવા ભારત સ્‍થિત માસ્‍ટર માઇન્‍ડ આ કામગીરી માટે ભંડોળ પુરું પાડે છે. આયોજકો સોનાની  તસ્‍કરી માટે પ્રથમ કેરિયરની ભરતી કરે છે.  કેરિયર છૂપાવવામાં આવેલા સોનાને ભારતમાં  લાવવાનું કામ કરે છે. આ સોનું દેશમાં આવ્‍યા બાદ હેન્‍લર્સ ભારતમાં નેટવર્કના મુખ્‍ય સભ્‍યોને વધુ વેચાણ માટે સોનાની ડિલીવરી સુનિヘતિ કરે છે.

સોનાની દાણચોરી સામાન્‍ય રીતે લગડી (બાર) સ્‍વરૂપે કરવામાં આવે છે જોકે પકડાઇ ન જવાય તે માટે હવે  સોનાને મીણમાં છૂપાવી, ગોલ્‍ડ ડસ્‍ટના સ્‍વરૂપમાં કે અન્‍ય રીતે લુેવવામાં આવે છે. સોનાનો આ જથ્‍થો બેગના પોલાણમાં અથવા સોનાને નાની નાની કેપ્‍સ્‍યુલ્‍સમાં છૂપાવીને લાવવામાં આવે છે.

ઘણીવાર કેરિગર આ સોનું એરક્રાફૂટમાં વિશિષ્‍ટ સ્‍થળે અથવા એરપોર્ટના વોશરૂમમાં છૂપાવે છે જે પછીથી ક્રુ મેમ્‍બર અથવા એરપોર્ટના સ્‍ટાફની સાંઠગાંઠથી પુનઃ પ્રાપ્‍ત  કરવામાં આવે છે.

 

(3:54 PM IST)