News of Saturday, 20th December 2025
અમેરિકા-બ્રિટન-કેનેડામાં H3C1 વાયરસનો કહેરઃ સંક્રમણ બેકાબુ
વિશ્વના ૩ શકિતશાળી દેશોમાં ઈન્ફલુએન્ઝા વાયરસ ત્રાટકયોઃ કિશોર દર્દીઓની સંખ્યા વધુ

નવી દિલ્હી, તા.૨૦: અમેરિકા, બ્રિટન અને કેનેડામાં હોલી ડે સીઝન પહેલા હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. H3N1 ઝડપથી ફેલાઈ રહેલો ઈન્ફલુએન્ઝાનો જ વેરિયન્ટ છે. જેને સબક્લેડ કે તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે કે, તે ઈમ્યુનિટીને બાયપાસ કરે છે. આ સાથે જ ભૂતકાળમાં લીધેલી રસીઓ તેની સામે બેઅસર છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા મુજબ, આ એક મોસમી શ્વસન સંક્રમણ છે. તેના મુખ્ય લક્ષણોમાં સખત તાવ અને નબળાઈ, માથાનો દુખાવો અને તાાયુઓમાં દુખાવો, સૂકી ઉધરસ અને ગળામાં બળતરા, વહેતું નાક અથવા નાક બંધ થઈ જવું, ભૂખ ન લાગવી અને પેટમાં દુખાવો તથા ઊંઘવામાં મુશ્કેલી જેવી તકલીફો જોવા મળે છે.
મેડિકલ એક્સપર્ટ્સના મતે, ઈન્ફ્લુએન્ઝા વાયરસ સતત બદલાતો રહે છે. જેના કારણે તે રોગ-તિકારક શક્તિને થાપ આપે છે. શિયાળામાં રોગ-તિકારક શક્તિ નબળી પડતી હોવાથી તે ઝડપી ફેલાઈ રહ્યો છે. પાંચ વર્ષથી નાના બાળકો, વળદ્ધો, સગર્ભાસ્ત્રીઓ અને અસ્થમા, ડાયાબિટીસ, હૃદય રોગ અથવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ધરાવતા વ્યક્તિઓને વધુ જોખમ છે.
જાણકારોના મતે, આ ફ્લૂ સીઝન સામાન્ય કરતા વધુ કેસ નોંધાઈ શકે છે. યેલ સ્કૂલ ઓફ મેડિસિનના ચેપી રોગોના નિષ્ણાત પ્રોફેસર ડોક્ટરે જણાવ્યું કે, સબક્લેડ કે સ્ટ્રેન અગાઉના પ્રકારો કરતા ઝડપી ફેલાઈ રહ્યો છે. ગત વર્ષે ફ્લૂ સીઝનમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા. આ વર્ષે સબક્લેડ કે સ્ટ્રેનને કારણે કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળી શકે છે. ભીડભાડવાળા વિસ્તારોમાં આ વાયરસ વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. માત્ર ન્યૂયોર્કની જ વાત કરીએ તો, ગયા વર્ષની સરખામણીએ ફ્લૂના કેસોમાં ૪૬૦ ટકાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે અને અત્યાર સુધીમાં ૧૪,૦૦૦ થી વધુ કેસ નોંધાઈ ચૂકયા છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
