<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

પાકિસ્તાનમાં છુપાયેલા સલાહુદ્દીનની હવે 'ખેર નથી': NIA કોર્ટનો ઐતિહાસિક ફેંસલો

હિઝબુલ મુજાહિદ્દીનના આકા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી; પાકિસ્તાની આશ્રય પણ નહીં બચાવી શકે : ટ્રાયલ ચલાવીને આજીવન જેલ અથવા ફાંસીની સજા ફટકારવાની તૈયારીમાં

શ્રીનગર:ભારત વિરોધી ઝેર ઓકનારા અને પાકિસ્તાનની સરહદે બેસીને આતંકવાદી નેટવર્ક ચલાવનારા સૈયદ સલાહુદ્દીન પર હવે ભારતીય કાયદાનો ગાળિયો કસાવા જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરની ખાસ NIA કોર્ટે 2012ના બડગામ આતંકવાદી કેસમાં હિઝબુલ મુજાહિદ્દીનના વડા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આતંકવાદ સામે ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિ હવે સરહદ પાર છુપાયેલા આકાઓને પણ છોડશે નહીં. આ કાર્યવાહી માત્ર ધરપકડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારત સરકાર હવે તે તમામ આતંકવાદીઓનો હિસાબ કરવા માંગે છે જેઓ વર્ષોથી પાકિસ્તાની સેનાના રક્ષણ હેઠળ ધરપકડથી બચી રહ્યા છે.

કોર્ટે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે તપાસ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા સલાહુદ્દીનની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સીધી સંડોવણી સાબિત કરે છે. સલાહુદ્દીન પર UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં આતંકવાદી કાવતરું ઘડવું અને આતંકવાદી સંગઠનનું સંચાલન કરવું સામેલ છે. ખાસ વાત એ છે કે, જો તે શરણાગતિ નહીં સ્વીકારે તો તેની ગેરહાજરીમાં જ ટ્રાયલ (Trial in absentia) ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે પાકિસ્તાનમાં બેઠા-બેઠા જ તેની સામે સજાનો આદેશ સંભળાવવામાં આવશે, જે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને ફરી એકવાર બેનકાબ કરશે.

2012ના આ કેસમાં કલમ 73 હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સલાહુદ્દીનને ગમે ત્યાંથી શોધીને કોર્ટમાં હાજર કરે. તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન આ આતંકવાદીને માત્ર રહેવા માટે જગ્યા જ નહીં, પરંતુ ભારત વિરુદ્ધ કાવતરાં ઘડવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. જોકે, ભારતીય ન્યાયતંત્રના આ આકરા પ્રહારથી આતંકવાદી છાવણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જ્યારે જરૂરી કાનૂની મંજૂરીઓ બાદ ટ્રાયલ શરૂ થશે, ત્યારે સલાહુદ્દીન ભારતનો એવો પહેલો મોટો આતંકવાદી આકા બની શકે છે જેને તેની ગેરહાજરીમાં જ ભારતીય કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં

(6:26 PM IST)