News of Saturday, 20th December 2025
ઈંડા અંગેની અફવાઓ પર પૂર્ણવિરામ: ઈંડા ખાવા સંપૂર્ણ સુરક્ષિત છે, કેન્સરના દાવા પાયાવિહોણા: FSSAI ની સ્પષ્ટતા
નિષ્ણાતોના મતે ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તેને યોગ્ય રીતે રાંધીને ખાવાથી શરીરને ફાયદો થાય છે

સોશિયલ મીડિયા પર ઈંડા ખાવાથી કેન્સર થતું હોવાની અફવાઓ વચ્ચે ફૂડ સેફ્ટી ઓથોરિટી (FSSAI) એ મહત્વનો ખુલાસો કરતા કહ્યું છે કે આ દાવાઓમાં કોઈ તથ્ય નથી.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાજેતરમાં ફેલાયેલી અફવાઓનું ખંડન કર્યું છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈંડા ખાવાથી કેન્સરનું જોખમ વધે છે. આ અંગે સ્પષ્ટતા કરતા FSSAI એ જણાવ્યું છે કે ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે અને તેને કેન્સર સાથે જોડતા દાવાઓ સંપૂર્ણપણે નિરાધાર છે. નિષ્ણાતોના મતે ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તેને યોગ્ય રીતે રાંધીને ખાવાથી શરીરને ફાયદો થાય છે. જનતાને આવી ભ્રામક માહિતીથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
