News of Saturday, 20th December 2025
રશિયાનો ઓડેસા બંદર પર મિસાઈલ મારો: ૮ ના મોત અને ૨૭ ઘાયલ; યુક્રેનનો વળતો ડ્રોન હુમલો
જવાબમાં યુક્રેને પણ રશિયા પર ડ્રોન હુમલા કરીને વળતી કાર્યવાહી કરી : બંને પક્ષે તણાવ ચરમસીમા પર

યુક્રેનના ઓડેસા પોર્ટ પર રશિયાએ કરેલા ભીષણ મિસાઈલ હુમલામાં જાનહાનિ થઈ છે. જવાબમાં યુક્રેને પણ ડ્રોન સ્ટ્રાઈક કરી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ઘાતક બન્યું છે. તાજેતરમાં રશિયાએ યુક્રેનના મહત્વના ઓડેસા બંદર પર મિસાઈલ હુમલો કર્યો હતો. યુક્રેનની ઈમરજન્સી સેવાઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ૮ લોકોના મોત થયા છે અને ૨૭ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ હુમલાના જવાબમાં યુક્રેને પણ રશિયા પર ડ્રોન હુમલા કરીને વળતી કાર્યવાહી કરી છે. બંને પક્ષે તણાવ ચરમસીમા પર છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
