<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ભારતનાં બંને પડોશી દેશોમાં અશાંતિ: બાંગ્લાદેશમાં નેતાની હત્યા બાદ બબાલ, પાકિસ્તાનમાં આતંકી હુમલો

બાંગ્લાદેશમાં રાજકીય હિંસા અને પાકિસ્તાનમાં આતંકવાદે માથું ઊંચક્યું

નવી દિલ્હી: ભારતના બે પડોશી દેશો હાલ ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં રાજકીય હિંસા અને પાકિસ્તાનમાં આતંકવાદે માથું ઊંચક્યું છે.

ભારતની સરહદે આવેલા બે દેશોમાં સ્થિતિ વણસી છે. બાંગ્લાદેશમાં એક યુવા નેતાની હત્યા બાદ પરિસ્થિતિ બેકાબૂ બની છે અને હિંસા ફાટી નીકળી છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા તત્વો ત્યાં સક્રિય થયા છે. બીજી તરફ, પાકિસ્તાનમાં પણ એક મોટો આતંકી હુમલો થયો છે. આ બંને ઘટનાઓ દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષા માટે ચિંતાનો વિષય બની છે.

(8:14 PM IST)