News of Saturday, 20th December 2025
ઈન્ડિયા પોસ્ટ: ડિજિટલ ક્રાંતિ: ટપાલ વિભાગનો કાયાકલ્પ: ૨૦૨૫માં ઈન્ડિયા પોસ્ટ બની ડિજિટલ લાઈફલાઈન: હવે માત્ર ચિઠ્ઠી નહીં પણ બેન્કિંગ અને પાસપોર્ટ સેવાઓનું હબ
ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં ટપાલ વિભાગે મહત્વની ભૂમિકા ભજવી છે: "ડકિયા ડાક લાયા" નું સૂત્ર હવે બદલાઈને "ડકિયા બેંક લાયા" અને "ડકિયા સુવિધા લાયા"માં પરિવર્તિત થયું

મુંબઈ: ભારતીય ટપાલ વિભાગે ૨૦૨૫ માં ડિજિટલ ક્રાંતિ સાથે નવો અવતાર ધારણ કર્યો છે. પરંપરાગત ટપાલ સેવાઓ ઉપરાંત હવે તે બેન્કિંગ અને પાસપોર્ટ જેવી સુવિધાઓ પૂરી પાડીને સામાન્ય માણસની લાઈફલાઈન બની ગયું છે.
એક સમય હતો જ્યારે ટપાલ વિભાગ એટલે માત્ર લાલ રંગની ટપાલ પેટી અને પોસ્ટમેન, પરંતુ ૨૦૨૫ માં આ ચિત્ર ધરમૂળથી બદલાઈ ગયું છે. ઈન્ડિયા પોસ્ટે પોતાનો કાયાકલ્પ કરીને આધુનિક ડિજિટલ સેવાઓના હબ તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. ગ્રામીણ ભારતથી લઈને શહેરો સુધી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની સેવાઓએ ક્રાંતિ સર્જી છે. હવે ગામડાના છેવાડાના માનવીને બેન્કિંગ સુવિધાઓ ઘરઆંગણે મળી રહી છે.
આ પરિવર્તનમાં માત્ર આર્થિક વ્યવહારો જ નહીં, પરંતુ પાસપોર્ટ સેવા કેન્દ્રોની પણ મોટી ભૂમિકા છે. પોસ્ટ ઓફિસમાં શરૂ થયેલા પાસપોર્ટ સેવા કેન્દ્રોને કારણે નાગરિકોને હવે જિલ્લા મથકો સુધી લાંબા થવું પડતું નથી.
આ ઉપરાંત, આધાર અપડેટ, વીમા સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓના લાભો પણ હવે પોસ્ટ ઓફિસના માધ્યમથી મળી રહ્યા છે. ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં ટપાલ વિભાગે મહત્વની ભૂમિકા ભજવી છે.
"ડકિયા ડાક લાયા" નું સૂત્ર હવે બદલાઈને "ડકિયા બેંક લાયા" અને "ડકિયા સુવિધા લાયા" માં પરિવર્તિત થયું છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
