<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

સટ્ટાબાજી એપ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: બોલીવુડ અભિનેત્રી નેહા શર્માની સવા કરોડની સંપત્તિ જપ્ત

મુંબઈ: ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ સપાટો બોલાવ્યો છે. તપાસ એજન્સીએ અભિનેત્રી નેહા શર્માની સવા કરોડની સંપત્તિ જપ્ત કરતા બોલીવુડમાં ફફડાટ ફેલાયો છે.

 

મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપના કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ જાણીતી અભિનેત્રી નેહા શર્માની કુલ ૧.૨૬ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો મહાદેવ એપ કે તેની સાથે સંકળાયેલી અન્ય સટ્ટાબાજીની એપ્સ સાથે જોડાયેલો હોવાની શક્યતા છે.

 

ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે અભિનેત્રીએ આ એપના પ્રમોશન માટે અથવા અન્ય કોઈ રીતે નાણાકીય વ્યવહારો કર્યા હતા, જે શંકાસ્પદ જણાયા છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં બેંક ખાતાઓ અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી મનોરંજન જગતમાં હડકંપ મચી ગયો છે, કારણ કે અગાઉ પણ અનેક સેલિબ્રિટીઝના નામ આવા કેસોમાં ઉછળ્યા છે. 

 

ઈડી દ્વારા આગામી દિવસોમાં આ કેસમાં વધુ પૂછપરછ અને કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટના ફરી એકવાર સેલિબ્રિટીઝ અને શંકાસ્પદ ઓનલાઈન પ્લેટફોર્મ્સ વચ્ચેના સંબંધોને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.

(8:49 PM IST)