<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

૨૪ ડિસેમ્બરે ઈસરો રચશે ઈતિહાસ: સૌથી વજનદાર કોમર્શિયલ સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લોક-૨ લોન્ચ થશે

આ ઉપગ્રહની મદદથી મોબાઈલ કોમ્યુનિકેશન ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે અને પૃથ્વીના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્પેસથી સીધી મોબાઈલ કનેક્ટિવિટી મળી શકશે.

બેંગલુરુ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો ૨૪ ડિસેમ્બરના રોજ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. ઈસરો દ્વારા અત્યાર સુધીનો સૌથી વજનદાર કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લોક-૨ અવકાશમાં તરતો મૂકવામાં આવશે.
આ ઉપગ્રહને ઈસરોના બાહુબલી રોકેટ એલવીએમ-૩ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ અમેરિકન કંપની માટે કરવામાં આવી રહ્યું છે.
આ ઉપગ્રહની મદદથી મોબાઈલ કોમ્યુનિકેશન ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે અને પૃથ્વીના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્પેસથી સીધી મોબાઈલ કનેક્ટિવિટી મળી શકશે. આ લોન્ચિંગ સાથે જ ઈસરો કોમર્શિયલ સેટેલાઈટ લોન્ચિંગ માર્કેટમાં પણ પોતાનું પ્રભુત્વ સાબિત કરશે.

 

(11:40 PM IST)