<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

સાંસ્કૃતિક મંત્રાલયના આદેશ બાદ સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત રદ

પારદર્શિતા જાળવવા અને પસંદગી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહે તે હેતુસર સરકાર દ્વારા આ પગલું

નવી દિલ્હી: સાહિત્ય જગતના પ્રતિષ્ઠિત ગણાતા સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત અચાનક મોકૂફ રાખવામાં આવતા સાહિત્ય વર્તુળોમાં ચર્ચા જાગી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સીધા આદેશ બાદ આ જાહેરાત રદ કરવામાં આવી છે.
    મળતી માહિતી મુજબ મંત્રાલય દ્વારા અકાદમીની કામગીરી અને પુરસ્કાર પસંદગી પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી રહી છે. પારદર્શિતા જાળવવા અને પસંદગી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહે તે હેતુસર સરકાર દ્વારા આ પગલું લેવાયું હોવાનું મનાય છે.
   જ્યાં સુધી મંત્રાલય તરફથી લીલી ઝંડી નહીં મળે ત્યાં સુધી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે નહીં. ભૂતકાળમાં ભાગ્યે જ આવી ઘટના બની છે જ્યારે સરકારના હસ્તક્ષેપ બાદ એવોર્ડની જાહેરાત અટકાવવી પડી હોય.


 

(11:45 PM IST)