News of Sunday, 21st December 2025
બિહારના મધેપુરામાં અનોખી લવ સ્ટોરી: બિહારી બાબુ અને જાપાની મરીના એક થયા: બિહારના એન્જિનિયરના પ્રેમમાં પડી જાપાની યુવતી: ઘરવાળાઓને મનાવીને જાપાની સ્ટાઈલમાં કર્યા લગ્ન!
બંને પરિવારોની હાજરીમાં સંપૂર્ણ ભારતીય પરંપરા અને હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા. જાપાની દુલ્હનને ભારતીય સાડી અને શણગારમાં જોઈને ગ્રામજનો પણ અભિભૂત થઈ ગયા

પ્રેમમાં સરહદો કે ભાષા કોઈ બાધ હોતી નથી તે ફરી એકવાર સાબિત થયું છે. બિહારના મધેપુરા જિલ્લાના રૌતા ગામના વતની અને જાપાનમાં હોન્ડા કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાહુલ કુમાર અને જાપાની યુવતી મરીના વચ્ચેની લવ સ્ટોરી લગ્ન મંડપ સુધી પહોંચી છે.
રાહુલ અને મરીનાની મુલાકાત જાપાનમાં થઈ હતી, જ્યાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. છેલ્લા ૨ વર્ષથી બંને એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યા હતા. રાહુલે પોતાના પરિવારને મનાવી લીધા બાદ, મરીના પણ ભારત આવી હતી.
મધેપુરામાં બંને પરિવારોની હાજરીમાં સંપૂર્ણ ભારતીય પરંપરા અને હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા. જાપાની દુલ્હનને ભારતીય સાડી અને શણગારમાં જોઈને ગ્રામજનો પણ અભિભૂત થઈ ગયા હતા.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
