News of Sunday, 21st December 2025
પાકિસ્તાનમાં શરણ લઈ બેઠેલા હિજબુલ મુજાહિદ્દીનના વડા સલાહુદ્દીન પર એનઆઇએની ભીંસ: ટેરર ફંડિંગ કેસમાં કોર્ટે લાલ આંખ કરી!
એક જૂના કેસમાં બડગામ સ્થિત વિશેષ એન આઈ એ અદાલતે સલાહુદ્દીન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું

ભારત સામે આતંકવાદ ફેલાવનાર હિજબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એન આઈ એ) એ સકંજો વધુ મજબૂત કર્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડ પૂરું પાડવાના ૨૦૧૨ના એક જૂના કેસમાં બડગામ સ્થિત વિશેષ એન આઈ એ અદાલતે સલાહુદ્દીન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.
તપાસમાં બહાર આવ્યું છે કે સલાહુદ્દીન પાકિસ્તાનમાં બેસીને હવાલા મારફતે કાશ્મીરમાં નાણાં મોકલી રહ્યો હતો. આ વોરંટ બાદ હવે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ જાહેર કરવાની અને પ્રત્યાર્પણ માટેની કાર્યવાહી વધુ તેજ બનશે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
