News of Sunday, 21st December 2025
દિલ્હીમાં ઠંડીનો ચમકારો: સીઝનની પહેલી શીતલહેર, પારો ગગડ્યો: શનિવારે ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ નોંધાયો
સફદરજંગમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ગગડીને ૧૬.૯ ડિગ્રીએ પહોંચ્યો!

નવી દિલ્હી : દિલ્હી-એન સી આર માં શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે શનિવારે સીઝનની પહેલી શીતલહેર (કોલ્ડવેવ) અનુભવાઈ હતી. હવામાન વિભાગ આંકડા મુજબ, સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૫ ડિગ્રી નીચે ગગડીને ૧૬.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સીઝનનું સૌથી ઓછું તાપમાન છે.
દિવસભર સૂર્યના દર્શન દુર્લભ રહ્યા હતા અને ઠંડા પવનોને કારણે લોકો ધ્રૂજી ઉઠ્યા હતા. આગામી દિવસોમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
