News of Saturday, 20th December 2025
શાકભાજી છે કે સોનું? ભારતમાં મળે છે ₹1 લાખ પ્રતિ કિલોના ભાવનું શાક, કિંમત સાંભળીને પલકવારમાં હોશ ઉડી જશે!
બિહાર અને હિમાચલના પહાડોમાં ઉગતા 'હોપ શૂટ્સ'ની કિંમતમાં આવી જાય આખું તોલું સોનું; જાણો શું છે આ શાકભાજીની ખાસિયત અને કેમ છે આટલી ડિમાન્ડ

નવી દિલ્હી :સામાન્ય રીતે જ્યારે બજારમાં ડુંગળી કે ટામેટાના ભાવ ₹૧૦૦ પર પહોંચે ત્યારે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જાય છે, પરંતુ શું તમે ક્યારેય એવા શાકભાજી વિશે સાંભળ્યું છે જેની કિંમત હજારોમાં નહીં પણ લાખોમાં હોય? ભારતમાં 'હોપ શૂટ્સ' નામનું એક એવું શાક ઉગાડવામાં આવે છે, જેનો ભાવ જાણીને મોટા મોટા અમીરોના પણ પરસેવા છૂટી જાય છે. ભારતીય બજારમાં આ શાકભાજીની કિંમત ₹૮૫,૦૦૦ થી લઈને ₹૧,૦૦,૦૦૦ પ્રતિ કિલોગ્રામ સુધી બોલાય છે!
હોપ શૂટ્સ માત્ર એક શાકભાજી જ નથી, પરંતુ તેને 'લીલું સોનું' કહેવું પણ ખોટું નથી. આ શાકભાજીનો ઉપયોગ પ્રીમિયમ વાનગીઓ ઉપરાંત ગંભીર રોગોની દવાઓ બનાવવામાં પણ થાય છે. તેની અસાધારણ કિંમત પાછળનું મુખ્ય કારણ તેની ખેતીની જટિલતા અને દુર્લભતા છે. ભારતમાં બિહારના ઔરંગાબાદ અને હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં આની ખેતી કરવામાં આવે છે. ઠંડી આબોહવા અને પહાડી જમીનમાં ઉગતા આ શાકભાજીને ઉગાડવા માટે ખૂબ જ મહેનત અને ચોકસાઈની જરૂર પડે છે.
આ યાદીમાં બીજું નામ છે 'ગુચી મશરૂમ' (Guchi Mushroom), જે વૈજ્ઞાનિક રીતે 'મોર્ચેલા એસ્ક્યુલેન્ટા' તરીકે ઓળખાય છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચા પહાડી જંગલોમાં કુદરતી રીતે ઉગતા આ મશરૂમની કિંમત ₹૩૦,૦૦૦ થી ₹૪૦,૦૦૦ પ્રતિ કિલોગ્રામ હોય છે. આ મશરૂમની ખેતી કરી શકાતી નથી, તે માત્ર જંગલોમાં વીજળીના કડાકા અને ચોક્કસ હવામાનમાં જ ઉગે છે, જેના કારણે તે અત્યંત મોંઘા અને દુર્લભ છે.
સ્વાભાવિક છે કે આટલી મોંઘી વસ્તુ સામાન્ય ઘરના રસોડા સુધી પહોંચતી નથી. તેની મુખ્ય માંગ વૈશ્વિક બજાર, ફાઈવ સ્ટાર હોટલ્સ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં રહે છે. ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે તે સ્વાસ્થ્ય માટે વરદાન સમાન માનવામાં આવે છે. ઘરેણાં કે ગેજેટ્સ પાછળ લાખો ખર્ચનારા લોકો પણ આ શાકભાજીના ભાવ સાંભળીને એકવાર તો જરૂર વિચારતા થઈ જાય છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
