<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારત જર્મનીને પછાડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

ભારત અત્યારે પાંચમા સ્થાને છે. જોકે આર્થિક વિકાસ દરમાં ભારત આ તમામ દેશો કરતા આગળ છે.

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દાવો કર્યો છે કે ભારતની અર્થવ્યવસ્થા જે ગતિએ આગળ વધી રહી છે તે જોતા વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારત જર્મનીને પાછળ રાખીને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બની જશે.
હાલમાં અમેરિકા, ચીન, જર્મની અને જાપાન ભારતથી આગળ છે. ભારત અત્યારે પાંચમા સ્થાને છે. જોકે આર્થિક વિકાસ દરમાં ભારત આ તમામ દેશો કરતા આગળ છે.
૨૦૨૭ સુધીમાં ભારતની જીડીપી પાંચ ટ્રિલિયન ડોલરને પાર કરી જશે અને તે જર્મની તથા જાપાન બંનેને પાછળ છોડી દેશે.

 

 

(11:40 PM IST)