<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

યુપીમાં છેતરપિંડીની નવી મોડસ ઓપરેન્ડી: ચાની પત્તીનો કલર ચડાવીને દેશી ઈંડા વેચાયા!

લખનૌમાં સાવધાન! સાદા ઈંડાને 'દેશી' બતાવવા ચાની પત્તીના પાણીમાં ઉકાળવાનો ગોરખધંધો: સ્ટિંગ ઓપરેશનમાં ભાંડો ફૂટ્યો

ઉત્તર પ્રદેશના લખનૌ સહિતના શહેરોમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. હિન્દી અખબારના પત્રકાર દ્વારા કરવામાં આવેલા ઈન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે કેટલાક લેભાગુ વેપારીઓ સાદા સફેદ ઈંડા (જે સસ્તા હોય છે) ને ચાની પત્તીના ઉકાળેલા પાણીમાં બોળીને તેને લાલ-બ્રાઉન રંગના કરી દેતા હતા. 

આ કલર કરેલા ઈંડાને તેઓ 'દેશી ઈંડા' તરીકે ઓળખાવીને બમણા ભાવે વેચતા હતા. આ બનાવટી ઈંડા ખાવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઉભું થયું છે. આ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.

(1:16 AM IST)