News of Sunday, 21st December 2025
વાયુસેના મિરાજ - 2000 યુદ્ધ વિમાનોમાં સ્વદેશી Astra Mk-1 બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટૂ એર મિસાઈલને સામેલ કરશે
આ નિર્ણય વિદેશી આગામી પેઢીની મિસાઈલોના આવવા સુધી વાયુસેનાની ક્ષમતાગત ઉણપને દૂર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે

નવી દિલ્હી :ભારતીય વાયુસેના મુખ્યમથક મિરાજ-2000 યુદ્ધવિમાનોના અપગ્રેડેડ ફ્લીટમાં સ્વદેશી Astra Mk-1 બિયોન્ડ વિઝ્યુલ રેન્જ એર ટૂ એર મિસાઈલ (BVRAAM) સામેલ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ નિર્ણય વિદેશી આગામી પેઢીની મિસાઈલોના આવવા સુધી વાયુસેનાની ક્ષમતાગત ઉણપને દૂર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
હાલમાં ભારતીય વાયુસેનાના મિરાજ-2000 વિમાન MICA IR અને MICA RF મિસાઈલો પર નિર્ભર છે, જેનો પ્રભાવી મારક ક્ષમતા લગભગ 80 કિલોમીટર સુધીની છે. સંરક્ષણ સૂત્રો મુજબ, આ રેન્જ હવે પ્રાદેશિક પ્રતિસ્પર્ધીઓ પાસે રહેલી લાંબા અંતરની મિસાઈલ પ્રણાલીઓની સરખામણીએ ઓછી માનવામાં આવી રહી છે, જેનાથી વાયુ યુદ્ધક્ષમતા પર અસર પડે તેવી શક્યતા છે.
idrw.orgના અહેવાલ મુજબ, યૂરોપિયન સંરક્ષણ કંપની એમબીડીએ આગામી પેઢીની MICA NG મિસાઈલ પર કામ કરી રહી છે, તેની અનુમાનિત રેન્જ 150થી 160 કિલોમીટર સુધી હશે. આ મિસાઈલ ભારતના 5 મિરાજ-2000 વિમાનો સાથે સંગત હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. જો કે તેની ડિલીવરી 2028-29 સુધી શક્ય છે, જ્યારે સંપૂર્ણપણે ઓપરેશનલ ક્લિયરન્સ મળવામાં પરીક્ષણ અને એકીકરણની પ્રક્રિયાને કારણે 3થી 4 વર્ષ જેટલો વધુ સમય પણ લાગી શકે છે.
ભારતીય વાયુસેનાના અપગ્રેડેડે મિરાજ-2000 વિમાનોમાં Thales RDY 2 ઓલ વેધર સિન્થેકિટક અપર્ચર રડાર લગાવવામાં આવ્યા છે. આ રડાર 5 વર્ગ મીટર રડાર ક્રોસ સેક્શનવાળા ફાઈટર ટાર્ગેટને 120થી 140 કિલોમીટરના અંતર સુધી ટ્રેક કરવામાં સક્ષમ છે. પહેલાના મિરાજ વેરિએન્ટમાં થોમ્સન સીએસએફ આરડીએમ રડાર હતું, પરંતુ આરડીવાય 2 હવે મલ્ટી મોડ અને બીવીઆર યુદ્ધ માટે ઘણું વધુ સક્ષમ માનવામાં આવે છે. જો Astra Mk 1ને મિરાજ-2000માં સામેલ કરવાની મંજૂરી મળે છે, તો તેના માટે Thalesની સાથે તકનીકી સહયોગ આવશ્યક હશે. તેનાથી આરડીવાય 2 રડાર અને અસ્ત્રા મિસાઈલની વચ્ચે સટીક ડેટા લિંક સ્થાપિત કરી શકાશે, જેથી મિસાઈલને ફાયર એન્ડ ફોરગેટ ક્ષમતા અને ગાઈડેન્સ સંપૂર્ણપણે પ્રભાવી રહે. અસ્ત્રા એમકે 1 પહેલા જ સુખોઈ-30એમકેઆઈ અને તેજસ યુદ્ધવિમાનો પર સફળતાપૂર્વક ઓપરેશનલ થઈ ચુક્યું છે.
MICA NGને સંપૂર્ણપણે તૈયાર થવામાં જ્યાં 2030 સુધી રાહ જોવી પડી શકે છે, તો અસ્ત્ર એમકે1 એક સમયબદ્ધ, વ્યાજબી અને સ્વદેશી વચગાળાના સમાધાન તરીકે સામે આવી રહી છે. આરડીવાય 2 રડારની મજબૂત ડિટેક્શન ક્ષમતાની સાથે અસ્ત્ર એમકે 1ની તેનાતી મિરાજ 2000 બેડાના મારક અંતર અને ઘાતક ક્ષમતાને જલ્દી વધારી શકે છે.
અસ્ત્ર એમકે 1ને મિરાજ-2000માં સામેલ કરવાનો નિર્ણય આત્મનિર્ભર ભારત પહેલને મજબૂતાઈ આપશે. તેનાથી માત્ર સ્વદેશી મિસાઈલ પ્રણાલીનો જ વ્યાપક ઉપયોગ નહીં થાય, પરંતુ વિદેશી અપગ્રેડ્સ પર નિર્ભરતા પણ ઓછી હશે. તેની સાથે આ મિરાજ-2000 વિમાનોનું ભવિષ્ય પડકારજનક હવાઈ યુદ્ધ પરિદ્રશ્યોમાં પ્રાસંગિક બનાવી રાખવામાં મદદ કરશે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
