<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

ફ્રેન્ચ મીડિયાએ રાફેલનું પાકિસ્તાન કનેક્શન ગણાવ્યું :ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક ઓપરેટ કર્યા બાદ દુષ્પ્રચારની ઝપટમાં

આ ઓપરેશન કથિતપણે એક સ્વઘોષિત પાકિસ્તાની ડિજિટલ કમ્યુનિકેશન સ્પેશલિસ્ટે કર્યું હતું,!!

નવી દિલ્હી :ગત કેટલાક સપ્તાહોથી પાકિસ્તાન સાથે જોડાયેલું એક નવું દુષ્પ્રચાર અભિયાન સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર રાફેલ યુદ્ધવિમાન બનાવનારી કંપની ડસૉલ્ટ એવિએશન વિરુદ્ધ શરૂ થયું છે. આ મહિનાની શરૂઆતમાં એક નકલી પત્ર પણ પ્રસારિત કરાયો, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા ભારતમાં ફ્રાંસના રાજદૂત થિએરી માથૂને ભારતીય નૌસેના માટે વિમાન ખરીદીને લઈને લખવામાં આવેલો હોવાનો દાવો કરાયો હતો.

 

ફ્રાંસના સાપ્તાહિક અખબાર લે જર્નલ ડૂ ડિમાંચેએ બુધવારે કહ્યુ છે કે ફરી એકવાર રાફેલ યુદ્ધવિમાન એક વિદેશી શક્તિના નિશાના પર આવી ગયું છે. ડસૉલ્ટ એવિએશન 25 નવેમ્બરે સોશયલ મીડિયા પર શરૂ થયેલા એક ખોટી માહિતી અધારીત અભિયાનનું નિશાન બન્યું છે. આ ઓપરેશન કથિતપણે એક સ્વઘોષિત પાકિસ્તાની ડિજિટલ કમ્યુનિકેશન સ્પેશલિસ્ટે કર્યું હતું, અખબારે સાપ્તાહિક લે કનાર્ડ એનચૈને દ્વારા ચાલી રહેલી ફ્રાંસના વિદેશી ડિજિટલ દખલગીરી વિરુદ્ધ મોનિટરિંગ એજન્સી વિજિનમના એક રિપોર્ટને ટાંકીને આ વાત કહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 25 નવેમ્બર બાદથી ઓછામાં ઓછા ત્રણ નકલી પત્રો શેયર કરવામાં આવ્યા છે. તેમાંથી બે ડસૉલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટ્રેપિયરના નામથી અને એક જયશંકરના નામથી જણાવાયો છે.

25 નવેમ્બરે લીક થયેલા પહેલા નકલી પત્રમાં ટ્રેપિયર દ્વારા ભારતીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 26 રાફેલ મરીન વિમાનોની ડિલીવરી પાયલોટોના 10 સપ્તાહના પ્રશિક્ષણ બાદ પણ સંભવ નથી. તેના એક દિવસ બાદ પ્રસારીત અન્ય નકલી પત્રમાં ટ્રેપિયરે પહેલા પત્ર બાદ તપાસ શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો.

 

જયશંકરનો પત્ર, જે 8 ડિસેમ્બરે સોશયલ મીડિયા પર આવ્યો, તેને વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક યૂનિટે 11 ડિસેમ્બરે તાત્કાલિક નકલી ગણાવ્યો. મંત્રાલયે લોકોને આવા દુષ્પ્રચારની સામે સતર્ક રહેવાની અપીલ પણ કરી.

 

ઓપરેશન સિંદૂર બાદ રાફેલ યુદ્ધવિમાન દુષ્પ્રચારનો વિષય બન્યું. મેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 87 કલાકના સંઘર્ષ દરમિયાન ભારતીય વાયુસેનાએ રાફેલ યુદ્ધવિમાનોનો ઉપયોગ કર્યો હતો.

ગત મહિને અમેરિકન કૉંગ્રેસે જણાવ્યું હતું કે ખાસ કરીને રાફેલને ચીન દ્વારા શરૂ કરવામાં આવેલા દુષ્પ્રચાર અભિયાનનું કેન્દ્ર બનાવવામાં આવ્યું, તેનો ઉદેશ્ય આ યુદ્ધવિમાનના વેચાણને નુકશાન પહોંચાડવાનો હતો. યૂએસ-ચીન ઈકોનોમિક એન્ડ સિક્યૂરિટી રિવ્યૂ કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અભિયાન ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની વાયુસેના દ્વારા ચીની હથિયારોથી રાફેલને તોડી પાડવાના કથિત દાવાઓ પર કેન્દ્રીત હતું.

ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપકરણોના નુકશાનને લઈને કોઈ વિસ્તૃત જાણકારી આપ નથી. જો કે કેટલાક નુકશાનની વાત જરૂરથી સ્વીકારી છે. ભારતે ઈસ્લામાબાદના 6 વિમાનોને નુકશાનના દાવાને નકાર્યો છે. પાકિસ્તાન સતત દાવો કરી રહ્યું છે કે તેના જે-10સી વિમાને ઓછામાં ઓછા એક રાફેલને તોડી પાડયું. ચીન પાકિસ્તાનનો સૌથી મોટો હથિયાર આપૂર્તિકર્તા દેશ બની ચુક્યું છે અને તેણે ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાના ઉપકરણોની કથિત સફળતાના આધારે દુનિયાભરમાં સંરક્ષણ ઉપકરણોના વેચાણને વધારવાની કોશિશ કરી છે.

ઓપરેશન સિંદૂર બાદ આવેલા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ પૂર્વ એશિયાનો એક વધુ દેશ ઈન્ડોનેશિયા , જેણે રાફેલ વિમાનોનો ઓર્ડર આપ્યો છે, હવે પોતાની ખરીદી પર પુનર્વિચારણા કરી રહ્યો છે અને ચીનના ઉપકરણો તરફ નજર દોડાવી રહ્યો છે. જો કે ઈન્ડોનેશિયાની વાયુસેના માટે પહેલા ત્રણ ડસૉલ્ટ રાફેલ બી વિમાન જાન્યુઆરી 2026 સુધીમાં ડિલીવર થવાના છે. ઈન્ડોનેશિયા અત્યાર સુધીમાં 42 રાફેલ યુદ્ધવિમાનોનો ઓર્ડર આપી ચુક્યું છે

(5:36 PM IST)