હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોટ્સએપ યુઝર્સ સાવધાન! OTP વગર જ એકાઉન્ટ હેક કરી રહ્યું છે ‘GhostPairing’ : ભારત સરકારે આપી હાઈ-રિસ્ક વોર્નિંગ
તમારી ખાનગી ચેટ હવે સુરક્ષિત નથી : હેકર્સ ફેસબુક ફોટોની લિંક મોકલીને ચોરીછૂપીથી તમારું એકાઉન્ટ લિંક કરી રહ્યા છે : CERT-In એ જાહેર કરી એડવાઈઝરી - શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું પડી શકે છે ભારે

નવી દિલ્હી, તા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ : વોટ્સએપનો ઉપયોગ કરતા કરોડો ભારતીય યુઝર્સ પર અત્યારે ‘GhostPairing’ નામનો એક નવો અને અત્યંત ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. આ આધુનિક સાયબર અટેકમાં હેકર્સ કોઈ પણ પ્રકારના OTP (વન ટાઈમ પાસવર્ડ) કે પાસવર્ડ વગર જ યુઝરના વોટ્સએપ એકાઉન્ટ પર કબજો કરી રહ્યા છે. ભારત સરકારની નોડલ એજન્સી CERT-In (કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા) એ આ બાબતે હાઈ-રિસ્ક એલર્ટ જાહેર કરીને લોકોને સાવધ રહેવા જણાવ્યું છે.
શું છે આ ‘GhostPairing’ અટેક?
આ અટેકનો સૌથી વધુ ખતરો એવા યુઝર્સ પર છે જેઓ ‘લિંક્ડ ડિવાઈસ’ અથવા ‘વોટ્સએપ વેબ’ નો ઉપયોગ કરે છે. હેકર્સ યુઝરને એવો મેસેજ મોકલે છે જેમાં લખ્યું હોય છે કે, “મને ફેસબુક પર તમારો ફોટો મળ્યો છે” અને તેની નીચે એક લિંક આપેલી હોય છે. જેવું યુઝર આ લિંક પર ક્લિક કરે છે, હેકર્સ ચોરીછૂપીથી પોતાનું ડિવાઈસ પીડિતના વોટ્સએપ એકાઉન્ટ સાથે પેયર (લિંક) કરી દે છે. એકવાર પેયર થઈ ગયા પછી હેકરનું ડિવાઈસ ‘ટ્રસ્ટેડ ડિવાઈસ’ બની જાય છે અને યુઝરને તેની જાણ પણ થતી નથી.
વગર એલર્ટે બધી ચેટ વંચાઈ શકે છે
CERT-In ના જણાવ્યા અનુસાર, આ અટેક એટલો ખતરનાક છે કે હેકર્સ રિયલ ટાઈમમાં તમારી તમામ ચેટ વાંચી શકે છે અને એકાઉન્ટની સંપૂર્ણ એક્સેસ મેળવી શકે છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે આમાં યુઝરને કોઈ એલર્ટ મળતું નથી કે હેક થયાના કોઈ સંકેત પણ દેખાતા નથી.
બચવા માટે શું કરવું? (સરકારી એડવાઈઝરી)
* શંકાસ્પદ લિંક ટાળો: જો કોઈ પરિચિત વ્યક્તિ તરફથી પણ અજાણી કે શંકાસ્પદ લિંક આવે તો તેના પર ક્લિક ન કરો.
* વેબસાઈટ પર નંબર આપવાનું ટાળો: એવી વેબસાઈટ્સ પર પોતાનો મોબાઈલ નંબર ન આપવો જે પોતાને વોટ્સએપ કે ફેસબુક સાથે જોડાયેલી હોવાનો દાવો કરે છે.
* સતર્ક રહો: તમારા વોટ્સએપ સેટિંગ્સમાં જઈને વારંવાર ‘લિંક્ડ ડિવાઈસ’ ચેક કરતા રહો, જો કોઈ અજાણ્યું ડિવાઈસ દેખાય તો તરત જ તેને લોગ-આઉટ કરો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
