મેસ્સીએ ઇન્ડિયા ટુર માટે લીધા હતા ૮૯ કરોડ
જ્યારે ૧૧ કરોડ રૂપિયા ટેક્સ તરીકે ભારત સરકારને આપવામાં આવ્યા, આ બન્ને મળીને કુલ ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયા

નવી દિલ્હી તા.૨૨: ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી તાજેતરમાં જ ભારતના પ્રવાસે હતા, જ્યાં તેમણે કોલકાતા અને હૈદરાબાદ સહિત અનેક શહેરોમાં ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કોલકાતામાં હાલાત ખરાબ થયા હત અને સ્ટેડિયમમાં ફેન્સનો ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઇન્ડિયા ટુર માટે મેસીને મોટી રકમ ચૂકવવામાં આવી હતી. ઇવેન્ટના ઓર્ગેનાઇઝર અને પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા સતાદ્રુ દત્તાએ ખુલાસો કર્યો છે કે, મેસ્સી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને તે રૂપિયા ક્યાંથી-ક્યાંથી આવ્યા.
ન્યૂઝ એજન્સી PTI અનુસાર, દત્તાએ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને જણાવ્યું કે, લિયોનેલ મેસ્સીને ટૂર માટે ૮૯ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, જ્યારે ૧૧ કરોડ રૂપિયા ટેક્સ તરીકે ભારત સરકારને આપવામાં આવ્યા, આ બન્ને મળીને કુલ ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયા થાય છે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રકમના ૩૦ ટકા સ્પોન્સર પાસેથી મળ્યા હતા, જ્યારે અન્ય ૩૦ ટકા ટિકિટના વેચાણ દ્વારા આવ્યા હતા. SIT અધિકારીઓને દત્તાના ફ્રીઝ કરાયેલા બેન્ક ખાતાઓમાં ૨૦ કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
