<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

નરેન્‍દ્રભાઇ ૧૦ જાન્‍યુઆરીએ રાજકોટમાં : જાજરમાન રોડ-શો

સૌરાષ્‍ટ્ર ઝોન વાઇબ્રન્‍ટ ગુજરાતના ઉદ્‌ઘાટન પ્રસંગે હાજરી આપશે : તંત્ર દ્વારા તડામાર તૈયારી

અમદાવાદ, તા. રર : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટની મુલાકાત કરશે. આગામી ૧૦ જાન્‍યુઆરીના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી રાજકોટની મુલાકાત કરશે. સૌરાષ્‍ટ્ર ઝોન વાઈબ્રન્‍ટ ગુજરાતના ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે. રાજકોટમાં નરેન્‍દ્રભાઇ  મોદીના ભવ્‍ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. વડાપ્રધાનના આગમની તૈયારીઓ જવાબદારી મનપા કમિશનરને સોંપવામાં આવી છે.

૧૦ જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતના રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેથી તંત્ર કામે લાગ્‍યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ૧૦થી ૧૨ જાન્‍યુઆર, ૨૦૨૬ દરમિયાન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રિજનલ વાઇબ્રન્‍ટ સમિટ યોજાવાની છે જેમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હાજર રહેશે.

વડાપ્રધાનના  આગમનને લઈ PGVCL સામે સૌથી મોટો પડકાર વીજ પુરવઠો ન ખોરવાય તે માટેનો છે. જે માટે એનર્જી એન્‍ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્‍ટના અધિક મુખ્‍ય સચિવ હૈદર તેમની ટીમ સાથે મારવાડી યુનિવર્સિટીની સ્‍થળ વિઝિટ કરી ચૂકયા છે. આ સાથે જ આ સમિટમાં ઉર્જા વિભાગમાં ગ્રીન ઇકો સિસ્‍ટમ અને રિન્‍યુએબલ એનર્જી એટલે કે, સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ અંગે લોકોને જાગળત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સંભવતઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી હાજર રહેવાના હોવાથી વીજ પુરવઠો ન ખોરવાય અને અવિરત વીજ પ્રવાહ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કયા કયા ફીડરમાંથી વીજ કનેક્‍શન આપવું તેની વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલના ટેકનિકલ સ્‍ટાફને પણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતુ. ઉર્જા વિભાગમાં ગ્રીન ઇકો સિસ્‍ટમ અને રિન્‍યુએબલ એનર્જી એટલે કે, સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ કરવામાં આવે છે, તેને વધુમાં વધુ પ્રમોશન મળે. તેમજ વધુમાં વધુ લોકો અવગત થાય અને એક્‍ઝિબિશનનો લાભ લે તે મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્‍યો હતો. (૯.૯)

(3:02 PM IST)