<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ઇન્‍ડોનેશિયામાં કોંક્રીટના બેરિયરથી અથડાઇ બસઃ ૧૬ના મોત

જાકાર્તા, તા.૨૨: ઇન્‍ડોનેશિયા, ૨૨ ડિસેમ્‍બર ૨૦૨૫:  ઇન્‍ડોનેશિયામાં ભયાનક સડક અકસ્‍માત થયો છે, જેમાં ૧૬ લોકોનું મોકાના જ મોત થયું છે. સ્‍થાનિક સમય મુજબ જાવાના બુદીઓનો વિસ્‍તારમાં સોમવારે રાત્રે આ અકસ્‍માત થયો. ૩૪ મુસાફરોથી ભરેલી બસ કોંક્રીટથી બનેલી દીવાલ સાથે ટકરાઈ ગઈ અને બસ પલટી ગઈ. અકસ્‍માતમાં બસમાં સફર કરતા લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ પણ થયા છે. અકસ્‍માતનો શિકાર થયેલી બસ રાજધાની જાકાર્તાથી પ્રાચીન શાહી શહેર યોગ્‍યકાર્તા જઈ રહી હતી. બુદીઓનોએ જણાવ્‍યું કે ઘાયલ મુસાફરો બસની અંદર જ ફસાયેલા હતા અને તેમના શરીર પર તૂટેલા કાચના ટુકડા લાગેલા હતા. બચાવ દળે બસને કાપીને અંદર જવાનો રસ્‍તો બનાવ્‍યો અને લોકોને બહાર કાઢયા.

આ પહેલાં બચાવ દળે બસની તારો કાપીને તેલને વહેતું કર્યું, જેથી આગ ન લાગે. સરકારે અકસ્‍માતની તપાસના આદેશ આપ્‍યા છે અને તપાસ અહેવાલ પણ માંગ્‍યો છે. પોલીસે અકસ્‍માતનો કેસ નોંધીને પોસ્‍ટમોર્ટમ કરાવીને મળતદેહો તેમના પરિવારજનોને સોંપી દીધા છે.

(3:07 PM IST)