<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

નિવૃત્તિ બાદ પેન્શનધારકો માટે સારા સમાચાર: એન.પી.એસ.ના નિયમોમાં મોટા ફેરફાર

નોકરિયાત વર્ગ માટે આ એક રાહતના સમાચાર છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને પેન્શન નિયમનકારી સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, હવે નિવૃત્તિ સમયે કર્મચારીઓ તેમના જમા થયેલા ભંડોળમાંથી ૮૦ ટકા રકમ ઉપાડી શકશે. અગાઉ આ મર્યાદા ઓછી હતી. જોકે, ઉપાડવામાં આવેલી વધારાની રકમ પર કર લાગશે કે કેમ તે અંગેની સ્પષ્ટતા ટૂંક સમયમાં કરવામાં આવશે. નોકરિયાત વર્ગ માટે આ એક રાહતના સમાચાર છે.

 

(12:56 AM IST)