<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર સંપન્ન: ભારતીય ડેરી સેક્ટર સંપૂર્ણ સુરક્ષિત રહેશે

આ કરારથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને નવો વેગ મળશે

નવી દિલ્હી : વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટતા કરી છે કે ન્યૂઝીલેન્ડ સાથેના કરારમાં ભારતના ડેરી ઉદ્યોગને કોઈ નુકસાન થશે નહીં, જ્યારે ૨૦૨૧ પછી ભારતે સાતમો મહત્વનો એફટીએ કરાર કર્યો છે.

ભારત અને ન્યૂઝીલેન્ડે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) ની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ કરાર સાથે જ ૨૦૨૧ પછી ભારતે કરેલો આ સાતમો મોટો વ્યાપાર કરાર બની ગયો છે.
અગાઉ ભારતે મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), ઈએફટીએ દેશો, યુનાઈટેડ કિંગડમ અને ઓમાન સાથે આવા કરારો કર્યા છે.
જોકે, આ કરાર અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ભારતીય ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત આપતા જણાવ્યું હતું કે, ભારત ક્યારેય પણ પોતાના ડેરી સેક્ટરને વિદેશી કંપનીઓ માટે ખુલ્લું કરશે નહીં. 
ન્યૂઝીલેન્ડ ડેરી ઉત્પાદનમાં અગ્રણી હોવા છતાં, ભારતે આ કરારમાં પોતાના સ્થાનિક ડેરી ઉદ્યોગના હિતોનું સંપૂર્ણ રક્ષણ કર્યું છે. આ કરારથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને નવો વેગ મળશે 

(10:11 PM IST)