<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ભારતે ૨૦૨૫માં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે હરણફાળ ભરી: ૫૦ ગીગાવોટ ક્ષમતાનો વિક્રમી ઉમેરો

ભારતે ઊર્જા ક્ષેત્રે ૨ લાખ કરોડ રૂપિયાના જંગી રોકાણ સાથે ગ્રીન એનર્જી તરફ મજબૂત પ્રયાણ કર્યું

નવી દિલ્હી : વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ભારતે ઊર્જા ક્ષેત્રે ૨ લાખ કરોડ રૂપિયાના જંગી રોકાણ સાથે ગ્રીન એનર્જી તરફ મજબૂત પ્રયાણ કર્યું છે.
ભારતે વર્ષ ૨૦૨૫માં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. દેશમાં ૨ ટ્રિલિયન (૨ લાખ કરોડ) રૂપિયાના રોકાણ સાથે ૫૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે જ ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા હવે ૫૧૦ ગીગાવોટ પર પહોંચી ગઈ છે. જેમાં ૨૪૭ ગીગાવોટ અશ્મિભૂત ઈંધણ (ફોસિલ ફ્યુઅલ) અને ૨૬૨ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઈંધણ સ્ત્રોતોનો સમાવેશ થાય છે. 
મહત્વની વાત એ છે કે હવે નોન-ફોસિલ ફ્યુઅલની ક્ષમતા ફોસિલ ફ્યુઅલ કરતા વધી ગઈ છે, જે પર્યાવરણ સુરક્ષા અને ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં ભારતની ગંભીરતા દર્શાવે છે.

(10:16 PM IST)