News of Monday, 22nd December 2025
સંરક્ષણ સંશોધનને વેગ આપવા ડીઆરડીઓ અને રક્ષા શક્તિ યુનિવર્સિટી વચ્ચે કરાર
સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવામાં અને યુવા સંશોધકોને નવી તકો પૂરી પાડવામાં મોટી મદદ મળશે.

નવી દિલ્હી : ગુજરાત સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ડીઆરડીઓ વચ્ચે થયેલા એમઓયુથી સંરક્ષણ અને આંતરિક સુરક્ષા સંશોધનને નવી દિશા મળશે.
ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને ગુજરાતમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ અને આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આ ભાગીદારી હેઠળ બંને સંસ્થાઓ સાથે મળીને અદ્યતન ટેકનોલોજી, સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને સુરક્ષા સંબંધી પડકારો પર સંશોધન કરશે.
આ પહેલથી ભારતના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવામાં અને યુવા સંશોધકોને નવી તકો પૂરી પાડવામાં મોટી મદદ મળશે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
