News of Monday, 22nd December 2025
કિર્ગિસ્તાનમાં ભારતીય કંપનીનો દબદબો: ડેક્કન ગોલ્ડ માઈન્સ દ્વારા સોનાના પ્રોજેક્ટનું ટ્રાયલ શરૂ
પ્રોજેક્ટ સફળ થવાથી કંપનીની આવકમાં મોટો વધારો થવાની અને વૈશ્વિક સ્તરે ભારતીય માઈનિંગ કંપનીઓની શાખ વધશે

ભારતીય કંપનીએ વિદેશની ધરતી પર ખાણકામ ક્ષેત્રે મહત્વની પ્રગતિ સાધી છે,
સોનાના ઉત્પાદન માટે પ્રારંભિક ટ્રાયલ્સ શરૂ.
ગોલ્ડ અને ક્રિટિકલ મિનરલ્સના એક્સપ્લોરેશન સાથે સંકળાયેલી ભારતીય કંપની ડેક્કન ગોલ્ડ માઈન્સ લિમિટેડે સોમવારે જાહેરાત કરી છે કે તેણે કિર્ગિસ્તાનમાં પોતાના ગોલ્ડ માઈનિંગ પ્રોજેક્ટ માટેના પ્રારંભિક ટ્રાયલ્સ શરૂ કરી દીધા છે.
કંપની ત્યાંના પ્રોજેક્ટનું કમિશનિંગ કરે તે પહેલાનું આ મહત્વનું પગલું છે. આ પ્રોજેક્ટ સફળ થવાથી કંપનીની આવકમાં મોટો વધારો થવાની અને વૈશ્વિક સ્તરે ભારતીય માઈનિંગ કંપનીઓની શાખ વધવાની શક્યતા છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
