હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોનાવલામાં રસ્તા પર ફ્રૂટ વેચતાં મહિલા બન્યાં કાઉન્સિલર
વિજયના બીજા જ દિવસે સવારે તેમના સ્ટોલ પર કામ કરતાં જોવા મળ્યાં

પુણે તા.૨૩: પુણે જિલ્લાના લોકપ્રિય હિલ-સ્ટેશન લોનાવલામાં રસ્તા પર ફળો વેચતી એક મહિલા લોકલ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવી છે. અજિત પવારના નેતૃત્વવાળી નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (NCP) તરફથી ઇલેક્શન લડેલાં ભાગ્યશ્રી જગતાપ તેમની નમ્રતા માટે જાણીતાં છે. કાઉન્સિલની ચૂંટણીમાં વિનર બન્યાના બીજા જ દિવસે એટલે કે ગઈ કાલે ભાગ્યશ્રી ક્યાંય સેલિબ્રેશન કે પાર્ટીઝને બદલે તેમના ફ્રૂટ-સ્ટોલ પર પાછાં જોવા મળ્યાં હતાં. લોનાવલામાં ૧૧ A પેનલના ઉમેદવારોમાં ભાગ્યશ્રીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ૬૦૮ મતોથી પરાજય આપ્યો હતો.
લોકો ભાગ્યશ્રીને ફ્રૂટ-સ્ટોલ પર જોઈને આヘર્યથી પૂછી રહ્યા હતા ત્યારે તેમણે હસતાં-હસતાં કહ્યું હતું કે ‘ફ્રૂટ વેચવાનું આ કામ તો અમારો પારિવારિક વ્યવસાય છે જે અમે વર્ષોથી કરતાં આવ્યાં છીએ. હા, જીતની ખુશી છે અને એ માટે સન્માન કરવામાં આવશે, પણ હજી આ સ્ટોલ સાચવવો એ મારી પ્રાયોરિટી છે. એટલે જ મેં રોજની જેમ પહેલાં સવારે મારો સ્ટોલ ખોલવાનું નક્કી કર્યું. હા, મારી જવાબદારી નિભાવીશ. કાઉન્સિલમાં હું લોકોના પ્રશ્નો અને ફરિયાદો ઉઠાવીશ. જોકે આ સ્ટોલ પણ સંભાળીશ, કારણ કે અમારા પરિવારની આજીવિકા આ સ્ટોલ પર જ નિર્ભર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
