<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

૩૦૦૦ રૂપિયાની SIPથી ૧૦ વર્ષે કેટલું રિટર્ન મળશે? સમજો આખી ગણતરી

SIPની સૌથી મોટી તાકાત છે સમયઃ શરૂઆતમાં પૈસા ધીમે વધે છે, પરંતુ વર્ષો વીતતાં રિટર્નની ગતિ વધવા લાગે છે.

મુંબઇ તા.૨૩: SIP એટલે સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન એ નાની બચતથી મોટું ફંડ બનાવવાનો સૌથી સરળ અને અસરકારક રસ્‍તો છે. જો તમે દર મહિને માત્ર ૩૦૦૦ રૂપિયા બચાવીને રોકાણ કરશો, તો ૧૦ વર્ષમાં આ રકમ તમારા માટે એક મજબૂત ફંડ બની શકે છે. અહીં અમે સરળ ભાષામાં સમજાવીશું કે દર મહિને ૩૦૦૦ રૂપિયાની SIP થી ૧૦ વર્ષે તમને કેટલું રિટર્ન મળી શકે છે.

આજના સમયમાં દરેક વ્‍યક્‍તિ પોતાના સુરક્ષિત ભવિષ્‍ય માટે પૈસા ભેગા કરવા માંગે છે, પરંતુ સૌથી મોટી સમસ્‍યા એ છે કે શરૂઆત કેવી રીતે કરવી. ઘણા લોકોને લાગે છે કે રોકાણ માટે મોટી રકમની જરૂર પડે છે, જ્‍યારે હકીકત એ છે કે નાની રકમથી પણ મજબૂત ફંડ બનાવી શકાય છે. SIP એટલે સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન એ નાની બચતથી મોટું ફંડ બનાવવાનો સૌથી સરળ અને અસરકારક રસ્‍તો છે. જો તમે દર મહિને માત્ર ૩૦૦૦ રૂપિયા બચાવીને રોકાણ કરશો, તો ૧૦ વર્ષમાં આ રકમ તમારા માટે એક મજબૂત ફંડ બની શકે છે. અહીં અમે સરળ ભાષામાં સમજાવીશું કે દર મહિને ૩૦૦૦ રૂપિયાની SIPથી ૧૦ વર્ષે તમને કેટલું રિટર્ન મળી શકે છે.

SIPનો મતલબ છે દર મહિને એક નિヘતિ રકમનું મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવું. આમાં તમારે એકસાથે મોટી રકમ લગાવવાની જરૂર નથી. તમે તમારા પગાર કે આવકમાંથી દર મહિને થોડા પૈસા અલગ કરો અને તે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં આપોઆપ રોકાણ થઈ જાય છે. આ ફંડ શેર બજારમાં વિવિધ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. સમય જતાં જ્‍યારે બજાર વધે છે, ત્‍યારે તમારા પૈસા પણ ધીમે ધીમે વધતા જાય છે. આ જ કારણ છે કે નોકરી કરનારા અને સામાન્‍ય લોકો SIPને સૌથી સરળ રોકાણ માને છે.

ધારો કે તમે દર મહિને ૩૦૦૦ રૂપિયા SIPમાં રોકો છો. એક વર્ષમાં તમારું કુલ રોકાણ થાય છે ૩૬,૦૦૦ રૂપિયા. જો તમે આ SIPસતત ૧૦ વર્ષ સુધી ચાલુ રાખો, તો કુલ ૧૨૦ મહિનામાં તમારું કુલ રોકાણ થાય છે ૩,૬૦,૦૦૦ રૂપિયા. અહીં અમે વાર્ષિક ૧૨%ના સરેરાશ રિટર્નને ધારીને ગણતરી કરી છે, જે લાંબા ગાળે ઇક્‍વિટી મ્‍યુચ્‍યુઅલ ફંડ માટે સામાન્‍ય માનવામાં આવે છે.

આ ગણતરી પ્રમાણેઃ ૧૦ વર્ષમાં તમારું કુલ રોકાણ ૩,૬૦,૦૦૦ રૂપિયા થશે. આ દરમિયાન કમ્‍પાઉન્‍ડિંગનો ફાયદો પણ મળે છે, એટલે કે જે રિટર્ન મળે છે, તેના પર પણ રિટર્ન મળતું રહે છે. જેથી ૧૦ વર્ષે તમને તમારા રોકાણ પર ૩,૧૨,૧૦૮ રૂપિયા રિટર્ન મળશે. આમ ૧૦ વર્ષ પછી તમને કુલ ૬,૭૨,૧૦૮ રૂપિયા મળશે. જેમાં તમારું રોકાણ ૩,૬૦,૦૦૦ રૂપિયા અને રિટર્ન ૩,૧૨,૧૦૮ રૂપિયા સામેલ છે.

નાના પૈસામાં પણ મોટો ફાયદો - SIPની સૌથી મોટી તાકાત છે સમય. શરૂઆતમાં પૈસા ધીમે વધે છે, પરંતુ વર્ષો વીતતાં રિટર્નની ગતિ વધવા લાગે છે. આ જ કારણ છે કે SIPને લાંબા સમય સુધી ચાલુ રાખવાની સલાહ આપવામાં આવે છે. માત્ર ૧૦ વર્ષમાં જ તમારો નફો તમારા રોકાણ કરેલા પૈસા જેટલો થઈ શકે છે, જે ખરેખર અદ્ભુત છે.

જો SIPવધુ વર્ષો સુધી ચાલુ રાખીએ તો શું થશે? - જો તમે આ જ ૩૦૦૦ રૂપિયાની SIPને ૧૫ કે ૨૦ વર્ષ સુધી ચાલુ રાખો, તો આ નાની રકમ લાખોમાં બદલાઈ જાય છે. લાંબા ગાળે કમ્‍પાઉન્‍ડિંગની અસર એટલી મજબૂત હોય છે કે નાની બચત પણ કરોડોના ફંડમાં ફેરવાઈ શકે છે. સૌથી મહત્‍વની વાત એ છે કે વચ્‍ચે SIPબંધ ન કરો અને ધીરજ રાખો.

(ડિસ્‍ક્‍લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્‍ત સામાન્‍ય માહિતી રજૂ કરે છે. અમે તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્‍ણાતોનું માર્ગદર્શન જરૂર લો.)

(9:51 AM IST)