<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ચીની દૂતાવાસે ભારતીયો માટે ઓનલાઈન વિઝા સિસ્ટમ શરૂ કરી

 

દિલ્હી સ્થિત ચીની દૂતાવાસે ભારતીય નાગરિકો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવા 'ચાઈના ઓનલાઈન વિઝા એપ્લિકેશન સિસ્ટમ' શરૂ કરી છે, જેથી હવે ઘરેબેઠા અરજી કરી શકાશે.

 

ચીની દૂતાવાસે ભારતીય પાસપોર્ટ ધારકો માટે એક મોટી રાહત જાહેર કરી છે. હવે ભારતીય નાગરિકો ચીનના વિઝા માટે 'ચાઈના ઓનલાઈન વિઝા એપ્લિકેશન સિસ્ટમ' દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. 

 

આ નવી પદ્ધતિને કારણે અરજદારોને કંટાળાજનક કાગળકામ અને દસ્તાવેજો જમા કરાવવા માટે રૂબરૂ ધક્કા ખાવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. શેનઝેન સ્થિત 'ગ્રેટર બે એરિયા' (જીબીએ) પોર્ટલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. દૂતાવાસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ વીચેટ પર જણાવ્યું હતું કે આ સેવા ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫થી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.

(10:00 AM IST)