News of Tuesday, 23rd December 2025
અમેરિકામાં મેક્સિકન નેવીનું પ્લેન ક્રેશ: ૫ લોકોના મોત

ટેક્સાસના ગેલવેસ્ટન પાસે મેક્સિકોના નૌકાદળનું એક વિમાન મેડિકલ મિશન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ કરૂણ હોનારતમાં ૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ગેલવેસ્ટન નજીક સોમવારે બપોરે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. ગેલવેસ્ટન શેરિફ ઓફિસની વિગતો મુજબ, મેક્સિકોના નૌકાદળનું એક વિમાન અચાનક ક્રેશ થયું હતું. આ વિમાન એક મેડિકલ મિશન પર હતું અને એક બીમાર યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યું હતું.
આ પ્લેનમાં કુલ ૮ લોકો સવાર હતા, જેમાં ૪ નૌકાદળના અધિકારીઓ અને ૧ બાળક સહિત ૪ સામાન્ય નાગરિકોનો સમાવેશ થતો હતો. અમેરિકન કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૫ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે બાકીના લોકોની શોધખોળ દરિયાના પાણીમાં ચાલુ છે.
મેક્સિકોની નૌકાદળે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ખરાબ હવામાન અથવા ટેકનિકલ ખામી આ દુર્ઘટનાનું કારણ હોઈ શકે છે, પરંતુ સાચું કારણ તપાસ બાદ જ જાણી શકાશે. હાલમાં પોલીસ અને તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
