<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ઉત્તર ભારતના અનેક રાજયોમાં ઠંડીનું સામ્રાજય છવાશે

યુપીના અનેક જિલ્લાઓમાં ઠંડી અને ધુમ્‍મસથી જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત : ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્‍હી, એનસીઆરમાં શીત લહેરની અસરઃ ર૭,ર૮ના ઠંડીનું જોર વધશે

નવી દિલ્‍હીઃઉત્તર ભારતના અનેક રાજયોમાં આ દિવસોમાં ભારે ઠંડી અને ઘુમ્‍મસનું પ્રમાણ વધી ગયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્‍હી-એનસીઆર વિસ્‍તારમાં શીત લહેરની અસર સ્‍પષ્ટ રીતે જોવા મળી રહી છે. સવાર અને રાત્રિના સમયે દ્યનદ્યોર ધુમ્‍મસ છવાઈ રહેતા લોકોને રોજિંદા જીવનમાં મુશ્‍કેલી પડી રહી છે.

દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આજથી હવામાનમાં થોડો ફેરફાર આવી શકે છે. દિવસ દરમિયાન આકાશ થોડું સ્‍વચ્‍છ રહેશે અને હળવો તડકો પણ જોવા મળી શકે છે. સાથે જ ૧૦થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્‍યતા છે. આગામી દિવસોમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય પરંતુ ૨૭ અને ૨૮ ડિસેમ્‍બરે ઠંડી વધુ વધવાની સંભાવના છે. આ દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન આશરે ૧૯ ડિગ્રી અને રાત્રિનું લદ્યુત્તમ તાપમાન ૬ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે ઠંડી અને ઘનદ્યોર ધુમ્‍મસને કારણે લોકો પરેશાન છે. પ્રયાગરાજ, લખનૌ, કાનપુર, વારાણસી સહિત દ્યણા વિસ્‍તારોમાં ઠંડીનો દિવસ રહેવાની શક્‍યતા છે. ધુમ્‍મસ એટલું દ્યન હોઈ શકે છે કે દૃશ્‍યતા દ્યટીને માત્ર ૫૦ મીટર સુધી રહી શકે છે. અયોધ્‍યા, બાંદા, કુશીનગર, આઝમગઢ, કન્નૌજ અને બહરાઈચ  જેવા વિસ્‍તારોમાં વાહન ચાલકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. લખનૌમાં આજે દિવસનું તાપમાન લગભગ ૨૩ ડિગ્રી અને રાત્રિનું તાપમાન ૧૨ ડિગ્રી આસપાસ રહેવાની શક્‍યતા છે.

બિહારમાં પશ્ચિમી પવનોના કારણે ઠંડી ફરી એકવાર વધશે. પટના સહિત રાજયના અનેક જિલ્લાઓમાં ઠંડીની અસર વધુ રહેશે. ગયા, અરવલ, નાલંદા અને જહાનાબાદના કેટલાક વિસ્‍તારોમાં તીવ્ર શીત લહેરનો અનુભવ થઈ શકે છે. સીતામઢી અને શિવહર જેવા જિલ્લાઓમાં દ્યનદ્યોર ધુમ્‍મસ રહેવાની પણ શક્‍યતા છે

(10:35 AM IST)