News of Tuesday, 23rd December 2025
બાંગ્લાદેશ હિંસાનું ‘પાકિસ્તાની કનેક્શન': ISIના ગુપ્ત ‘ઢાકા સેલ'નો પર્દાફાશ
મુનીરના ઇશારે સળગી રહ્યો છે પડોશી દેશ પાકિસ્તાની હાઈ કમિશનમાંથી ઓપરેટ થઈ રહ્યું છે કાવતરું: દર મહિને ૨૦૦ મિલિયન ટાકાનો ખર્ચ અને ડ્રગ્સના પૈસાથી ભારત વિરોધી એજન્ડા

ઢાકા, તા.૨૩: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી હિંસા અને અસ્થિરતા હવે માત્ર આંતરિક મામલો રહ્યો નથી. એક સનસનાટીભર્યા અહેવાલ મુજબ, પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે બાંગ્લાદેશમાં ભારત વિરોધી પ્રવળત્તિઓ તેજ કરવા માટે ISI નો એક અત્યંત ગુપ્ત ઢાકા સેલ સક્રિય કર્યો છે. આ સેલ કોઈ સામાન્ય જગ્યાએથી નહીં, પરંતુ ઢાકા સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનના આશ્રય હેઠળ કામ કરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. બાંગ્લાદેશી પત્રકાર સલાહુદ્દીન શોએબે કરેલા પર્દાફાશ મુજબ, આ આખા ઓપરેશનનું નેતળત્વ પાકિસ્તાન આર્મીના એક બ્રિગેડિયર કરી રહ્યા છે, જેમના હાથ નીચે મેજર રેન્કના અધિકારીઓની એક આખી સ્પેશિયલ વિંગ કાર્યરત છે.
આ ઢાકા સેલનો મુખ્ય હેતુ અત્યંત ખતરનાક છે. પાકિસ્તાની એજન્સીઓ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામી ને સત્તામાં લાવવા માંગે છે. આ માટે તેઓ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે જેથી ચૂંટણી આવે ત્યાં સુધીમાં એવું વાતાવરણ તૈયાર કરી શકાય જે જમાતને જંગી વિજય અપાવે. આ આખા નેટવર્કને ચલાવવા માટે દર મહિને ૨૦૦ મિલિયન બાંગ્લાદેશી ટાકા ખર્ચવામાં આવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આટલી મોટી રકમ ડ્રગ્સની હેરફેર અને નકલી ભારતીય ચલણના કાળા કારોબારમાંથી મેળવવામાં આવી રહી છે, જે સીધી રીતે ભારતની સુરક્ષા માટે પણ મોટો પડકાર છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલી હિંસા અને મીડિયા હાઉસ પરના હુમલાઓમાં પણ આ સેલની મહત્વની ભૂમિકા હોવાનું મનાય છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
