News of Tuesday, 23rd December 2025
સોનામાં બીજા દિ'એ પણ રર૦૦ રૂા.નો ઉછાળો : ભાવ ૧,૪૦,૭૦૦ની નવી ટોચે
ચાંદીમાં વધુ ૧૦૦૦ રૂા.નો ભાવ વધારો : ભાવ ર,૧૬,૦૦૦ની નવી સપાટીએ

રાજકોટ, તા., ૨૩ : બુલીયન માર્કેટમાં સતત બીજા દિવસે સોના-ચાંદીમાં તેજીનો તરખાટ યથાવત રહયો છે. સોનામાં વધુ રર૦૦ રૂપીયાનો ઉછાળો થતા ભાવ ૧,૪૦,૭૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ રૂા.ના ભાવવધારા સાથે ચાંદીના ભાવ ર,૧૬,૦૦૦ની નવી ટોચે પહોંચ્યા છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં વધુ રર૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૩૮,પ૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૦,૭૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે રર૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,૮પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૦૭,૦૦૦ રૂા. થયા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી (૧ કિલો)નો ભાવ ર,૧પ,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૧૬,૦૦૦ની નવી ટોચે પહોંચ્યા હતા. ઇન્વેસ્ટરોનું વધતુ જતુ આકર્ષણ અને વૈશ્વિક માર્કેટમાં બંને કિંમતી ધાતુઓની માંગ અને ડોલર સામે રૂપીયો નબળો પડતા સોના-ચાંદીના ભાવો સતત વધી રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૯)
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
