News of Tuesday, 23rd December 2025
સુરેન્દ્રનગર કલેકટર- નાયબ મામલતદારને ત્યાં ઇડીના દરોડા
વ્હેલી સવારથી કાર્યવાહી શરૂ થતાં સરકારી મહેકમમાં ખળભળાટ : મોટા પ્રમાણમાં બેનામી સંપતિ મળવાની સંભાવનાઃ વઢવાણ- સુરેન્દ્રનગરમાં કુલ બે સ્થળે કાર્યવાહી

વઢવાણઃ તસ્વીરમાં સુરેન્દ્રનગરના કલેકટર અને તેનુ નિવાસ સ્થાન નજરે પડે છે.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૩: સુરેન્દ્રનગર કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ તેમજ ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં ઈડી દ્વારા તપાસ શરૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ડૉ. રાજેન્દ્ર પટેલ ૨૦૧૫ ની બેંચના આઈએએસ અધિકારી છે. તેમજ તેઓ હાલ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ક્લાસ-૧ અધિકારીને ત્યાં અચાનક ઈડી દ્વારા દરોડા પાડતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ગુજરાતમાં ખાનગી કંપનીઓ અને પેઢીઓમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના દરોડાની ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારને ત્યાં વહેલી સવારથી ઈડીના દરોડા પડયા છે. અધિકારીના ઘરે વહેલી સવારથી જ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
વઢવાણ અને સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી બે સ્થળે ૮ ગાડીઓ આવી ગઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી બે સ્થળોએ EDએ તપાસ હાથ ધરી છે. એક ટીમ કલેક્ટરના બંગલે તપાસ કરી રહી છે. તો બીજી ટીમ વઢવાણમાં નાયબ મામલતદારને ત્યાં તપાસ કરી રહી છે. મહત્વનું છે કે, કયા મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે તે જાણી શકાયું નથી. EDના સર્ચ ઓપરેશનની જાણ થતાં જ અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
આજે સવારથી જીલ્લા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં સુરેન્દ્રનગર અને વઢવાણમાં ગાંધીનગરથી ઇડીની ગાડીઓના કાફલા સાથે અધિકારીઓ કર્મચારીઓની ટીમો આવી ગઇ હતી અને તપાસ શરૂ કરી છે.
આવક કરતા વધુ સંપતિ અને નાણા મુદે ઇડીની ટીમે તપાસ હાથ ધરી હોવાનું ચર્ચાઇ રહયુ છે.
સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે વહેલી સવારથી જ ઈડીએ દરોડા પાડ્યા હતાં. ઈડીના સર્ચ ઓપરેશનની જાણ થતાં જ અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ઈડીના અધિકારીઓએ વહેલી સવારથી જ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શકયતા જોવા મળી રહી છે.(૬.૧૬)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
