<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

'' જાગો ગ્રાહક જાગો‌ ": ૨૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિન

રાષ્ટ્રીય ગ્રાહક દિન ગ્રાહકોના અધિકારો અને અન્યાયી વેપાર પ્રથાઓ સામે રક્ષણ મેળવવા માટે તેઓના કાનુની હકની જાગૃતિને પ્રોત્સાહન આપવા ઉજવાય છે

નવી દિલ્હી : આપણા દેશમાં દર વર્ષે ૨૪ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિન ઉજવવામાં આવેછે.

રાષ્ટ્રીય ગ્રાહક દિન ગ્રાહકોના અધિકારો અને અન્યાયી વેપાર પ્રથાઓ સામે રક્ષણ મેળવવા માટે તેઓના કાનુની હકની જાગૃતિને પ્રોત્સાહન આપેછે.
આમછતાં કેટલાય ગ્રાહકો પોતાના આવા અધિકારો બાબત બેખબર છે અને વળી જેઓ જાગૃત છે તેઓ થોડાક આળસુ અને જતું કરવાની ભાવનાવાળા હોવાથી અન્યાયી વેપાર પ્રથાઓ અપનાવનારા ધંધાર્થી કંટ્રોલ વગરના બની જાયછે!
આજના સમયમાં દરેકના ઘરમાં રસોઇ બનાવવા માટે ગેસ કનેક્શન હોયછે, ગેસ સિલિન્ડરની ડિલિવરી આપવા માટે આવતા ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સોના ડિલિવરીમેન એ ગ્રાહકોની હાજરીમાં બાટલાનું વજન કરીને આપવાનો કાયદો છે આમછતાં એવું જોવામાં આવ્યું છે કે, મોટાભાગના ગ્રાહકો ખાસ કરીને મહિલાઓ ગેસના બાટલાનું વજન કરાવ્યા વગર જ બિલ મુજબ રૂપિયા આપી દેછે, પરિણામે અમુક લેભાગુ ડિલિવરીમેન ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સોની આંખમાં ધૂળ નાખીને પણ, તેઓની જાણ બહાર બાટલામાંથી ચાર - પાંચ કીલા જેટલો ગેસ કાઢીને બીજા ખાલી સિલિન્ડરમાં ભરી વેંચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય છે!
વર્તમાનપત્રો ઘણી વખત સમાચારો વાંચવા મળેછે કે, પોલીસ ખાતાએ ફલાણી જગ્યાએ થી ગેરકાનૂની ગેસ રિફીલીંગ કરતા લોકોને સાધન સામગ્રી સાથે પકડ્યા!
ગ્રાહક જ્યારે ગેસના બાટલાના પૂરપૂરા રૂપિયા ચૂકવતા હોય ત્યારે વજન પણ પુરેપુરૂં મેળવવા હક્કદાર છે.
આથી ગેસના બાટલા નો ડિલિવરીમેન જ્યારે પણ ગેસ સિલિન્ડર આપવા માટે આવે ત્યારે બાજુની તસ્વીરમાં દેખાય છે તેમ એલ.પી.જી. ( ગેસ) નું વજન ૧૪-૨ કીલોગ્રામ તથા બાટલાનું વજન જે છાપેલું જ હોયછે તે ૧૫-૫ કીલોગ્રામ મળી કુલ વજન ૨૯-૭ કીલો ખાસ ચેક કરવું.
બાટલાના વજન બસો - ત્રણસો વધારે હોય શકે.

(8:47 PM IST)