<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

આગ્રા-લખનઉં એક્સપ્રેસ-વે પર વોલ્વો બસમાં આગ ભભૂકી :મુસાફરોએ કુદીને બચાવ્યા જીવ

આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર અજમેરથી નેપાળ જતી વોલ્વો બસમાં અચાનક આગ લાગી

ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસવે પર બસ મુસાફરી ખતરનાક બની ગઈ છે. મંગળવારે સાંજે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અજમેરથી નેપાળ જઈ રહેલી વોલ્વો બસમાં પોલ નંબર 76 પાસે અચાનક આગ લાગી ગઈ. બસમાં સવાર મુસાફરોએ સમયસર કૂદીને પોતાનો જીવ બચાવ્યો છે. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે લગભગ 4:30 વાગ્યે, આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર અજમેરથી નેપાળ જતી વોલ્વો બસમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે બસ આગની લપેટમાં આવી ગઈ હતી. બસમાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતા મુસાફરોએ ચીસો પાડી હતી. કેટલાક મુસાફરો બસમાંથી કૂદીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઘટનાની માહિતી મળતાં, જિલ્લા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ભારે પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

શરૂઆતની તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. ફાયર ઓફિસર સત્યેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અજમેર શરીફથી નેપાળ જઈ રહેલી બસમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 4 ફાયર ટેન્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બધા મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી. શરૂઆતની તપાસમાં બસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે.

(11:58 PM IST)