સોડા પીવાથી પાચનમાં સુધારો થાય તે એક મિથ છેઃ હકીકત નહીં
મળ ત્યાગ માટે ચા, કોફી, ધૂમ્રપાનથી લાંબે ગાળે નુકસાનઃ તબીબો

નવી દિલ્હી તા.૨૫: ડિસેમ્બરમાં વર્લ્ડ કોન્સ્ટિપેશન અવેરનેસ મંથ વિશ્વ કબજિયાત જાગૃકતા મહિનાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ લોકોને પાચનમાં મદદ કરતી અથવા મળ ત્યાગને ટ્રિગર કરવામાં મદદરૂપ આદતોથી આગળ વધવા અપીલ કરી રહ્યાં છે. તેમણે ચેતવણી પણ આપી છે કે આ પ્રકારની આદતોનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને સમય જતાં કબજિયાતની સ્થિતિ વધુ બગડી શકે છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટના મત અનુસાર ભારતમાં કબજિયાત પેટની સૌથી સામાન્ય ફરિયાદો પૈકીની એક છે, જે દરેક વયજૂથના લોકોને પ્રભાષિત કરે છે. અપૂરતું પાણી પીવું. આહારમાં હાઈ બરનું નીચું પ્રમાલ, બેઠાડી જીવનશૈલી, ભોજનનો અનિયમિત સમય અને તણાવમાં વધારો તેના મુખ્ય કારણો છે. કબજિયાત હોવા છતાં મોટાભાગે તબીબી સંભાળની જગ્યાએ ઘરેલુ ઉપચાર દ્વારા જ વ્યક્તિ જાતે મેનેજ કરવાનો પ્રયાસ કરે છે.
શહેરના ગેસ્ટ્રોએન્ટરોલોજી અને હેપેટોલોજી તબીબે જણાવ્યું કે, સ્ટિમ્યુલન્ટ્સ ઉપર નિર્ભર રહેવાથી યોગ્ય સારવારમાં વિલંબ થઇ શકે છે. કેફીન અથવા નિકોટિન ટૂંકાગાળા માટે મળ ત્યાગની ઇચ્છા પેદા કરી શકે છે, પરંતુ તેનાથી આંતરડાના આરોગ્યમાં સુધારો થતો નથી. સમયજતાં તેના વધુ પડતાં ઉપયોગથી ડિહાઈડ્રેશન થઈ શકે છે, આંતરડામાં બળતરા થઈ શકે છે અને કબજિયાતની સ્થિતિ વધુ બગડી શકે છે. આંતરડાના આરોગ્યની જાળવણી માટે સ્ટિમ્યુલન્ટ્સ ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ યોગ્ય જીવનશૈલી અપનાવવાની વધુ મહત્વપૂર્ણ છે. જો કબજિયાતની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તેનાથી જીવન ગુણવત્તા ઉપર નોંધપાત્ર અસર થઈ શકે છે. સતત તણાવથી પાઇલ્સ, એનલ ફિશર, પેટમાં દુખાવો અને રેક્ટલમાં સમસ્યા થઈ શકે છે. આ રિયતિ વૃદ્ધોમાં વધુ ચિતાજનક હોઈ શકે છે કે જ્યાં આંતરડા સંબંધિત સમસ્યાઓને કારણે ઘણીવાર આંતરડાના કેન્સર જેવી ગંભીર સ્થિતિના શરૂઆતી લક્ષણો જોવા મળી શકે છે. બાળકોમાં કબજિયાત સામાન્ય છે અને વહેલીતકે તેના ઇલાજથી વધુ સમસ્યાઓને રોકી શકાય છે. દરેક વયજૂથના લોકોમાં જાગૃકતા અને સમયસર હસ્તક્ષેપથી આ સમસ્યાઓને રોકી શકાય છે તેમજ પેટનું સ્વાસ્થ્ય પણ જાળવી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
