<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

CBDTની ઝીપ ફાઈલ મોકલીને કરદાતાઓને છેતરવા માટે પેંતરો

ઝીપ ફાઇલ ખોલતાની સાથે જ કરદાતાના બેંકમાંથી નાણાં ઉપાડી લેતી ટોળકી સક્રિય

મુંબઇ તા.૨૫: છેલ્‍લા કેટલાક સમયથી ચીટર ટોળકી દ્વારા લોકોના બેંકમાં સહેલા નાવાં સિક્‍તપૂર્વક અન્‍ય બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરાવી લેવાના હથકંડા અપનાવવામાં આવતા હોય છે. આવા કારણોસર સાયબર ફોડના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જોકે થોડા દિવસોથી ચીટર ગેંગ દ્વારા ઈન્‍કમટેક્‍સ કરદાતાઓને અળય અલગ રીતના મેસેજ મોકલીને તેઓની પાસેથી નાણાં પડાવી લેવાનો પેંતરો રો હોવાની ચિગતો જાણવા મળી છે. આ માટે સીબીડીટીની ઝીપ ફાઈલ મોકલવામાં આવી રહી છે. આ ફાઈલ ઓપન કરવાની સાથે જ કરદાતાની વિગતો સાયબર માફિયાઓ પાસે પહોંચી જવાની સાથે તેઓના બેંક ખાતામાં રહેવા નાણાં અન્‍યના ખાતામાં ટ્રાન્‍સફર કરાવી લેતા હોય છે, જેથી કરદાતાઓને સીબીડીટીની ઝીપ ફાઈલ મોકલવામાં આવે તો તે નહીં ખોલવા માટે સીએની સાથે સાથે ઈન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા પણ અપીલ થઈ છે.

ઈન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા કરદાતાઓને મોબાઈલ પર મેસેજ મોકલવામાં આવે છે. પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની રજૂઆત કરવાની હોય, રિટર્નમાં સુધારો કરવાનો હોય તો પણ આઈટીના પોર્ટલ પર જઈને કરદાતાએ તમામ કાર્યવાહી કરવાની હોય છે. તેમાં પણ કરદાતાના પાનકાર્ડ નંબર લખવા ઉપરાંત તેમાં રહેલા પાસવર્ડ આપ્‍યા બાદ જ લોગીન થઈ શકાતું હોય છે. જયારે સાયબર માફિયાઓ દ્વારા કરદાતાના મોબાઈલ નંબર પર વોટ્‍સએપના માધ્‍યમથી સીપીડીટીની ઝીપ ફાઈલ મોકલીને તેઓને હરવાનો ખેતરો રચ્‍યો છે. આ કારણોસર આવી કોઈ પણ પ્રકારની ફાઈલ આવે તો કરદાતા દ્વારા ખોળવામાં નહી આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા આ રીતે આરટીઓની એપીકે કાઈ લ મોકલીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે.

આ માટે પણ આરટીઓની સાથે સાથે પોલીસ દ્વારા પણ આવી ફાઇલ ઓપન નહીં કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેના કારણે હવે સાયબર માફિયાઓએ ઈન્‍કમટેક્‍સના કરદાતાઓને ભોગ બનાવવા માટે સમગ્ર ખેલ રમ્‍યો હોવાનું બહાર આવ્‍યું છે.

(10:26 AM IST)