News of Thursday, 25th December 2025
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
હિન્દુઓએ ચાર પુરુષાર્થ કહ્યા છેઃ અર્થ, કામ, ધર્મ, મોક્ષ. કામ છે સાધારણ મનુષ્યની વાસના. અર્થ છે, ધન છે તેને સંતોષવાનો ઉપાય. લોકો ધનની આકાંક્ષા એટલા માટે કરે છે કે સંસારમાં એવી વાસનાઓ છે જેને ધન વગર તળપ્ત કરી ન શકાય. જો પાસે ધન હોય તો તમે જે ઇચ્છો તે મેળવી શકો.
ધન, ઇચ્છાને યથાર્થ કરવામાં સહયોગી બને છે. આ જ કારણે એક આヘર્યકારક વાત સંભવે છે- તમે ધનવાનથી અતૃપ્ત વ્યક્તિ કયાંય નહીં જુઓ.
નિર્ધન પાસે તો ધન પ્રાપ્ત કરવાની આશા છેઃ જ્યારે ધનવાનની તો તે આશા પણ રહેતી નથી. ધનવાન પાસે ધન છે.
જે કંઈ કરવું હોય તે કરવાની સુવિધા છે. પરંતુ તેને કરવામાં કોઈ અર્થ નથી દેખાતો. માટે ધનવાન વ્યક્તિ અનિવાર્યરૂપેણ અશાંત, અતૃપ્ત રહે છે.
તમે નિર્ધન વ્યક્તિને પાગલ બની જતી નહીં જુઓ, ધનવાન વ્યક્તિને પાગલ થતી જોશો. પヘમિમાં શરીર માટેની બધી જ સુવિધાઓ પ્રાપ્ત થતી જાય છે. જેટલી શરીરને સુવિધાઓ મળતી રહે છે તેટલું જ મન પાગલ થતું જાય છે.
મારી દ્રષ્ટિએ જો નિર્ધન વ્યક્તિ ધાર્મિક હોય તો તે એક ચમત્કાર છે અને વ્યક્તિ અમીર હોય છતાં ધાર્મિક ન હોય તો તે પણ એક ચમત્કાર છે. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
