News of Thursday, 25th December 2025
શાહજહાંપુરમાં ગમખ્વાર અકસ્માત: ગરીબ રથ ટ્રેન હેઠળ કચડાઈ જતા એક જ પરિવારના પાંચ સભ્યોના કમકમાટીભર્યા મોત

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બુધવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીંના રોઝા રેલવે સ્ટેશન નજીક એક માનવરહિત ક્રોસિંગ (અથવા રેલવે ટ્રેક) પરથી પસાર થઈ રહેલા એક બાઈકને પૂરપાટ ઝડપે આવી રહેલી 'ગરીબ રથ એક્સપ્રેસ' ટ્રેને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે બાઈક પર સવાર એક જ પરિવારના પાંચેય સભ્યોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.
મળતી માહિતી મુજબ, મૃતકોમાં પતિ-પત્ની, તેમના બે માસૂમ બાળકો અને એક સંબંધીનો સમાવેશ થાય છે. તેઓ બાઈક પર સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે શોર્ટ ટર્ન લઈ ઉતાવળમાં રેલવે ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ ત્યાંથી પસાર થઈ રહી હતી, જેની અડફેટે આખું પરિવાર આવી ગયું હતું. અકસ્માત બાદ રેલવે ટ્રેક પર અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ તેમજ રેલવે પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
