તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
ભારતીય ગ્રાહકો પ્રીમિયમ અને આરોગ્ય પ્રત્યે સભાનતાપૂર્ણ પ્રોડકટ્સ ઇચ્છે છેઃક્રોમા

રાજકોટ તા. રપઃ ટાટા ગ્રુપની ભારતની વિશ્વસનીય ઓમ્ની-ચેનલ ઇલેકટ્રોનિકસ રિટેલર ક્રોમાએ આજે તેના યર-એન્ડ કન્ઝયુમર ટ્રેન્ડ્સ ર૦રપ બહાર પાડયા હતા જેમાં આ વર્ષે ભારતીયોએ કેવી રીતે ટેકનોલોજી અપનાવી અને તેમના ઘરની સજાવટ પસંદ કરી તે અંગે એક રસપ્રદ નિરીક્ષણ રજૂ કરવામાં આવ્યું છે. આ તારણોમાં જણાવ્યું છે કે કેવી રીતે ભારતીય ગ્રાહકો ક્રોમાના સમગ્ર ભારતના ઓફલાઇન અને ઓનલાઇન નેટવર્ક પર મલ્ટી-બ્રાન્ડ ફોર્મેટ્સ, પ્રીમિયમ ફીચર્સ, સ્માર્ટ સુવિધાઓ અને આરોગ્ય પ્રત્યે સભાન એપ્લાયન્સિસ ઇચ્છી રહ્યા છે.
લેપટોપ માર્કેટમાં એકંદરે ડબલ ડિજિટનો મજબૂત વિકાસ નોંધાયો છે, જેમાં તમામ કેટેગરીઝમાં પ્રીમિયમ અનુભવો તરફ સ્પષ્ટ પરિવર્તન આવ્યું છે. એઆઇ પીસી જેન ઝીની હસલ ઇકોનોમી અને જેન આલ્ફાની એઆઇ-નેટિવ લાઇફસ્ટાઇલને આકાર આપી રહ્યા છે.
ગેમિંગ લેપટોપમાં હાઇ-પર્ફોર્મન્સ પ્રોફેશનલ મોડેલ્સ માટેની માંગમાં રપ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે, જે અદ્યતન ક્ષમતાઓ માટે ગેમર્સની પસંદગી દર્શાવે છે. નોન-ગેમિંગ સેગમેન્ટમાં, અલ્ટ્રા-થીન લેપટોપ વૃદ્ધિના મુખ્ય ચાલકબળ તરીકે ઉભરી આવ્યા છ, જેમાં પ્રભાવશાળી બમણો વધારો થયો છે, કારણ કે ગ્રાહકો વધુને વધુ એવી આકર્ષક, શકિતશાળી ડિઝાઇન શોધી રહ્યા છે જે પોર્ટેબિલિટીને પ્રદર્શન સાથે જોડે.
ભારતીય પરિવારો સિનેમા જેવા અનુભવો વધુને વધુ ઘરે લાવી રહ્યા છે, જેનાથી મનોરંજનના વલણોની નવેસરથી વ્યાખ્યા થઇ છે. સ્ક્રીન ઉપરાંત, ઓડિયો એન્ટરટેઇનમેન્ટમાં ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હી એનસીઆરે ઇમર્સિવ સાઉન્ડ અનુભવના ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું જે પાર્ટી પ્રેમીઓ માટે એક કેન્દ્ર તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
